IPL 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગૂંજશે અરિજીત સિંહના સૂર, રશ્મિકા મંદાના-તમન્ના ભાટિયા બતાવશે જલવો
IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ની 16મી સિઝનની પહેલી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે. મેચ શરુ થતા પહેલા ઓપનિંગ સેરેમની યોજાશે. જેમાં બૉલિવુડના ઘણા સેલેબ્સ પર્ફોર્મન્સ આપશે. અરિજીત સિંહના સૂર સ્ટેડિયમમાં ગૂંજશે. વળી, રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયા પણ પોતાના પર્ફોર્મન્સથી આજની સાંજ રંગીન બનાવી દેશે. આ ઉપરાંત કેટરીના કૈફ અને ટાઈગર શ્રોફ પણ સ્ટેજ પર પર્ફોર્મ કરશે.

આઈપીએલમાં આ સેલેબ્સ કરશે પર્ફોર્મ
તમને જણાવી દઈએ કે IPLના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદાનાનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમન્ના ભાટિયા સ્ટેજ પર રિહર્સલ કરતી જોવા મળી રહી છે. આ સાથે તે લોકોને પોતાનો અનુભવ અને ઉત્સાહ પણ જણાવતી જોવા મળે છે. વીડિયોમાં રશ્મિકા મંદાના પણ ખૂબ ખુશ જોવા મળી રહી છે. વીડિયોમાં બંનેએ કહ્યુ કે એમએસ ધોની અને વિરાટ કોહલી તેમના ફેવરિટ ક્રિકેટર છે. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જુઓ વીડિયો-
ડાંસનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ
મળતી માહિતી મુજબ, IPLની પ્રથમ મેચ આજે સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે, પરંતુ તે પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 6 વાગ્યાથી ઓપનિંગ સેરેમની યોજાશે.
2018માં થઈ હતી ઓપનિંગ સેરેમની
તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં છેલ્લી વખત IPLની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. આ પછી, 2019માં પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોની યાદમાં ઉદ્ઘાટન સમારોહ રદ કરવામાં આવ્યો હતો. તે પછી, વર્ષ 2020માં, વિશ્વભરમાં કોરોના સંક્રમણને કારણે IPL પોતે જ રદ કરવામાં આવી હતી. હવે 4 વર્ષ બાદ ફરી એકવાર IPLની ભવ્ય ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
