IPL 2020: તમામ ટીમના કેપ્ટનને આધારે આ છે ટીમનું રેન્કિંગ
ક્રિકેટ સહિત કોઈ પણ રમતમાં ટીમને સફળ બનાવવામાં કેપ્ટનનો મોટો હાથ હોય છે. કેપ્ટન ઉપર તમામ ખેલાડીઓની જવાબદારી હયો છે, અને મુશ્કેલીના સમયે કેપ્ટને જ નિર્ણય લેવાનો હોય છે. આઈપેલમાં દર વર્ષે નવા ખેલાડીઓ આવ
ક્રિકેટ સહિત કોઈ પણ રમતમાં ટીમને સફળ બનાવવામાં કેપ્ટનનો મોટો હાથ હોય છે. કેપ્ટન ઉપર તમામ ખેલાડીઓની જવાબદારી હયો છે, અને મુશ્કેલીના સમયે કેપ્ટને જ નિર્ણય લેવાનો હોય છે. આઈપેલમાં દર વર્ષે નવા ખેલાડીઓ આવે છે. એવી જ રીતે નવા કેપ્ટન પણ બને છે. સાથે જ કેપ્ટને પોતાના ખેલાડીઓનું પણ ધ્યાન રાખવું પડે છે. જે કેપ્ટન નવા યુવા ખેલાડીઓનો સારો ઉપયોગ કરે, તેની ટીમની જીતની શક્યતા વધી જાય છે. આ વખતે આઈપીએલમાં તમામ ટીમના કેપ્ટન પોતાની ટીમને સફળતા અપાવવા માટે મહેતન કરશે. ત્યારે કેપ્ટન પ્રમાણે જોઈએ કઈ ટીમ કેટલા પાણીમાં છે.

મુંબઈ ઈન્ડિયન્સ – રોહિત શર્મા
રોહિત શર્મા આઈપીએલના બેસ્ટ કેપ્ટન છે. અને ચાર વખત ટીમને ચેમ્પિયન બનાવી ચૂક્યા છે, એટલે આ લિસ્ટમાં ટોપ પર હોવુ સ્વાભાવિક છે. 2013માં રોહિત શર્મા મુંબઈના કેપ્ટન બન્યા અને ત્યારથી અત્યાર સુધીમાં ટીમને 4 વખત ટ્રોફી જીતાડી છે. રોહિત શર્મા હાલ ઈન્જર્ડ છે, પરંતુ બેટિંગમાં તેમનું ફોર્મ શાનદાર છે. એટલે આ રેન્કિંગમાં નંબર વન પોઝિશનના તે હકદાર છે.

ચેન્નાઈ સુપરકિંગ્સ – એમ. એસ. ધોની
ચેન્નાઈને ત્રણ વખત ચેમ્પિયન બનાવનાર ધોનીની ટીમ આ લિસ્ટમાં બીજા નંબરે છે. ધોની જાણે છે કે તેમણે પોતાના મર્યાદિત ખેલાડીઓનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવાનો છે. ધોનીની કેપ્ટન્સીમાં યુવા ખેલાડીઓને પણ ઘણું શઈખવા મળે છે. જે ખેલાડી ચેન્નાઈની ટીમમાંથઈ રમે તે સારુ પ્રદર્શન કરવા લાગે છે. ચેન્નાઈ આ રેન્કિંગમાં ટોપ પર એટલા માટે નથી કારણ કે ધોની 2019 બાદ ક્રિકેટથી દૂર છે. ધોની આઈપીએલના સફળ કેપ્ટન છે, તે પોતાની ટીમની ક્ષમતા અને સામેની ટીમની નિર્બળતા સમજે છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ – કેન વિલિયમસન
કેન વિલિયમસનની કેપ્ટન્સીમાં ભલે હૈદરાબાદ ટ્રોફીના જીતી શક્યુ હોય, પરંતુ નિસંકોચ કેન વિલિયમસન હાલના કેપ્ટન્સમાં શ્રેષ્ઠની યાદીમાં આવે છે. કેન વિલિયમસન પોતાના બોલર્સનો સારી રીતે ઉપયોગ કરી શકે છે. 2018માં વિલિયમસને પોતાની બેટિંગ અને કેપ્ટન્સી દ્વારા હૈદરાબાદને ફાઈનલ સુધી પહોંચાડ્યુ હતુ. આઈપીએલમાં પણ વિલિયમસનનો રેકોર્ડ સારો છે.

રાજસ્થાન રોયલ્સ - સ્ટીવ સ્મિથ
વિશ્વના શ્રેષ્ઠ કેપ્ટનની યાદીમાં સામેલ સ્ટીવ સ્મિથ 2020માં રાજસ્થાનને લીડ કરી શકે છે. સ્મિથ 2017માં રાઈઝિંગ પૂણે સુપરજાયન્ટ્સના કેપ્ટન રહી ચૂક્યા છે, અને તે સિઝનમાં ટીમ ફાઈનલમાં પહોંચી હતી. આ ઉપરાંત હાલ પણ સ્મિથ શાનદાર ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયા માટે પણ તે જબરજસ્ત કેપ્ટન્સી કરી ચૂક્યા છે. ત્યારે રાજસ્થાન માટે પણ સ્ટીવ સ્મિથ લકી સાબિત થઈ શકે છે.

દિલ્હી કેપિટલ્સ – શ્રેયસ ઐય્યર
2018માં દિલ્હીએ શ્રેયસ ઐય્યરને ટીમના કેપ્ટન બનાવ્યા. જો કે તે વર્ષ કેપ્ટન તરીકે ઐય્યર માટે સારુ નહોતુ રહ્યું. પરંતુ 2019માં શ્રેયસ ઐય્યરે શાનદાર કેપ્ટન્સી કરી અને હાલ પણ તે શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા છે. ત્યારે 2020માં પણ શ્રેયસ ઐય્યરની કેપ્ટન્સીમાં દિલ્હી સારુ પર્ફોમ કરી શકે છે. આ ઉપરાંત ઐય્યર બેટ્સમેન તરીકે પણ ટીમની નૈયા પાર લગાવી શકે છે. ગત સિઝનમાં શ્રેયસ ઐય્યરે યુવા ખેલાડીઓના જોરે જ ટીમને સેમીફાઈનલ સુધી પહોંચાડી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – વિરાટ કોહલી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને સૌથી શ્રેષ્ઠ બેટ્સમેનની ટીમને છઠ્ઠા નંબરે જોઈને તમે ચોંકી જશો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે ભલે કોહલી સફળ રહ્યા હોય અને ટીમ જીતતી હોય. પરંતુ આઈપીએલમાં જ્યારથી કોહલીએ બેંગ્લોરની કમાન સંભાળી છે, ત્યારથી તેમને જોઈએ તેવી સફળતા નથી મળી. ટીમમાં સ્ટાર ખેલાડીઓ હોવા છતાંય, કોહલી ટીમને ફાઈનલ સુધી તો પહોંચાડી શક્યા છે, પરંતુ ટાઈટલ નથી અપાવી શક્યા. એટલે પર્ફોમન્સના આધારે બેંગ્લોરને કેકેઆરથી આગળ રાખવાનું કારણ માત્ર વિરાટ કોહલી છે.

કોલકાતા નાઈટરાઈડર્સ – દિનેશ કાર્તિક
2018ની સિઝનમાં કોલકાતા નાઈટરાઈડર્સે ટીમની જવાબદારી દિનેશ કાર્તિકને સોંપી હતી. જે આ વર્ષે પણ યથાવત્ છે. જો કે મહત્વની વાત એ છે કે 2019ના વર્લ્ડ કપ બાદ દિનેશ કાર્તિક એક પણ આંતરરાષ્ટ્રીય મેચ નથી રમ્યા. સાથે જ 2019ની સિઝનમાં પણ તેમનું પ્રદર્શન એવરેજ રહ્યુ હતું. ટીમમાં ઘણા મોટા ખેલાડીઓ હોવા છતા દિનેશ કાર્તિકે કેટલાક ખરાબ નિર્ણય કર્યા હતા. એટલે દિનેશ કાર્તિકની હાલની સ્થિતિ અને ફોર્મ જોતા કેકેઆર સાતમા નંબરે હોય તેમાં કશું ખોટુ નથી

કિંગ્સ 11 પંજાબ – કે. એલ. રાહુલ
કિંગ્સ 11 પંજાબની ટીમ આ યાદીમાં છેલ્લા નંબરે છે. તમે કદાચ આશ્ચર્ય પામશો, પરંતુ રાહુલની કેપ્ટન્સીવાળી ટીમ પંજાબને આઠમા સ્થાને એટલા માટે રાખી છે કે રાહુલ હજી યુવા કેપ્ટન છે, અને તેમને આઈપીએલમાં કેપ્ટન્સીનો કોઈ અનુભવ નથી. પંજાબે 2020ની સિઝન માટે રાહુલને જવાબદારી સોંપી છે. બેશક રાહુલ હાલ તેમની કારકિર્દીના શ્રેષ્ઠ ફોર્મમાં ચાલી રહ્યા છે. અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચમી ટી20માં રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયા બાદ તેમણે સારી કેપ્ટન્સી કરી હતી. પરંતુ રાહુલ પાસે હજી પૂરતો અનુભવ નથી. કેપ્ટન તરીકે રાહુલે પોતાની પ્રતિભા સાબિત કરવી પડશે.
આ પણ વાંચો: મેદાનમાં ફરી એકવાર ઉતરશે સચિન-સહેવાગની જોડી, બ્રેટ લી કરશે બોલિંગ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
