IPL 2020: નવા સ્વરૂપે આવી રહી છે આઈપીએલ, આ વર્ષે 4 મોટા સુધારા કરાયા
આઈપીએલની 13મીં સીઝનને હવે થોડા દિવસો બાકી છે ત્યારે આવનારી સીઝનને લઈને ચાહકોમાં ચર્ચા શરૂ થઈ છે. આવનારી સીઝનને લઈને આ વખતે કેટલાક મહત્વના સુધારાઓ કરાયા છે. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી અને આઈપીએલ ગવર્
આઈપીએલની 13મીં સીઝનને હવે થોડા દિવસો બાકી છે ત્યારે આવનારી સીઝનને લઈને ચાહકોમાં ચર્ચા શરૂ થઈ છે. આવનારી સીઝનને લઈને આ વખતે કેટલાક મહત્વના સુધારાઓ કરાયા છે. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ બ્રિજેશ પટેલ વચ્ચે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય કરાયો છે કે આ વખતે આઈપીએલ 29 માર્ચથી 24 મે દરમિયાન યોજાશે. શરૂઆતની અને અંતિમ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
2008 માં શરૂ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગને નવા સ્વરૂપે લાવવા માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે. જેના માટે 4 મોટા સુધારાઓ કરાયા છે. રાત્રી મેચના સમયના ફેરફારની પણ વાત હતી, જો કે તેમાં હાલ પુરતા કોઈ સુધારા કરાયા નથી. આજે એ બાબતો પર નજર કરીએ જેમાં સુધારા કરાયા છે.

ઓલ સ્ટાર મેચ
આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત ઓલ સ્ટાર મેચ યોજાશે. 29 માર્ચે યોજાનારી આ મેચમાં તમામ આઠ ફ્રેન્ચાઇઝીના ખેલાડીઓનો આ મેચમાં સમાવેશ થશે. આ મેચ આઈપીએલની પહેલી મેચ પહેલા ત્રણ દિવસ અગાઉ રમાશે. મનાઈ રહ્યુ છે કે આ મેચ ઉત્તર અને પૂર્વ ભારતની ચાર ફ્રેન્ચાઇઝી, કિંગ્સ ઇલેવન પંજાબ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ અને દક્ષિણ અને પશ્ચિમ ભારતની ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે ખેલાશે. જો કે, આ મેચ ક્યાં યોજાશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. મનાઈ રહ્યું છે કે આ આયોજન પાછળ સૌરવ ગાંગુલી અને બ્રિજેશ પટેલનું દિમાગ છે.

મહિલા ટી-20 એક્ઝિબિશન મેચ
મહિલા આઇપીએલ તરફ એક નાના પગલાના ભાગરૂપે આ વખતે બીસીસીઆઈએ ચાર મહિલા ટીમો વચ્ચે એક્ઝિબિશન મેચ યોજવાનું નક્કી કર્યું છે. આઈપીએલની છેલ્લી બે સીઝનથી 2 મહિલા ટીમની ટી-20 એક્ઝિબિશન મેચ યોજાઈ રહી છે પરંતુ આ વખતે બીસીસીઆઈએ ચાર ટીમોને રમાડવાનું નક્કી કર્યું છે. 2018 માં, સુપરનોવા અને ટ્રેઇલબ્લેઝર્સ વચ્ચે મેચ યોજાઈ હતી, જે અંતિમ બોલ સુધી રમાઈ હતી. ગયા વર્ષે, ત્રીજી ટીમ વૈલોસિટીના નામે ઉમેરાઈ હતી અને કુલ ચાર મેચ રમાઈ હતી. આ વખતે વધુ એક ટીમ ઉમેરવાનો નિર્ણય લેવાયો છે. આ વખતે ચાર ટીમો વચ્ચે ફાઇનલ સહિત કુલ 7 મેચ રમાશે

નો બોલ બહારના અંપાયર જોશે
ઝડપથી બદલાઈ રહેલી ક્રિકેટની દુનિયામાં ગયા વર્ષથી મેદાન બહારના અમ્પાયરને નો બોલ જોવાની કામગીરી સોંપવામાં આવી હતી. જેને ખેલાડીઓએ આવકાર આપ્યો છે. કારણ કે ભૂતકાળમાં ઈન-ફીલ્ડ અમ્પાયરોથી નિર્ણય લેવામાં ઘણી ભૂલ થઈ હતી. હવે આ નિયમ આઈપીએલમાં પણ લાગુ કરવામાં આવી રહ્યો છે. ગત સિઝનમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ મુંબઈ ઈન્ડિયન્સ સામેના નિર્ણાયક મેચ બાદ અમ્પાયરિંગનું સ્તર ખૂબ નબળું અને ક્લબ સ્તર ગણાવ્યું હતું.

કન્કશન સબ્સિટ્યૂટ
આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે 2020 સીઝનમાં કન્કશન સબ્સિટ્યૂટનો નિયમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. કન્કશન સબ્સિટ્યૂટ નક્કી કરવાનો અંતિમ અધિકાર મેચ રેફરી પાસે રહેશે. ટૂર્નામેન્ટનો કાર્યક્રમ હજુ જાહેર નથી કરાયો. જો કે બીસીસીઆઈના અધિકારીઓએ આ પાછળનું કોઈ કારણ આપ્યું નથી. મનાઈ રહ્યું છે કે આ સપ્તાહના અંત સુધીમાં કાર્યક્રમ આવશે. આનું એક કારણ ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓની ગેરહાજરી માનવામાં આવે છે, કારણ કે આ ત્રણ ટીમોના ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમ સાથે હોવાના કારણે 31 માર્ચ પછી જ ઉપલબ્ધ થશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
