IPL 2020: દિલ્હી કેપિટલ્સને લાગ્યો તગડો ઝાટકો, કેપ્ટન ઐય્યરે ચૂકવવી પડશે ભારી કિંમત
IPL 2020: દિલ્હી કેપિટલ્સને લાગ્યો તગડો ઝાટકો, કેપ્ટન ઐય્યરે ચૂકવવી પડશે ભારી કિંમત
સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મંગળવારે મળેલી હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐય્યરને એક મોટો ઝાટકો લાગ્યો છે. શ્રેયસ ઐય્યરને હૈદરાબાદ વિરુદ્ધ મુકાબલામાં સ્લો ઓવર રેટનો દોષી ઠેરવવામાં આવ્યો છે. જો કે શ્રેયસ ઐય્યર પર સ્લો ઓવર રેટનો આ પહેલો મામલો હોવાથી તેમના પર 12 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.

આઈપીએલના અધિકારીઓ તરફથી શ્રેયસ ય્યર પર દંડ લગાવવાની જાણકારી આપી છે. જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ આઈપીએલના કોડ ઑફ કંડક્ટને તોડવાનો પહેલો મામલો સ્લો ઓવર રેટ સાથે જોડાયેલો છે. કેપ્ટન ઐય્યર પર 12 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવે.
જો કે આઈપીએલની સીઝન 13માં સ્લો ઓવર રેટને કારણે દંડ લાગ્યો હોય તેવો શ્રેયસ પહેલો કેપ્ટન નથી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી પર પણ સ્લો ઓવર રેટને કારણે 12 લાખ રૂપિયાનો દંડ લાગી ચૂક્યો છે.
દિલ્હી કેપિટલ્સને હાથ હાર લાગી
દિલ્હી કેપિટલ્સે ટૂર્નામેન્ટમાં પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સે જીત માટે 163 રનનો લક્ષ્ય મળ્યો હતો. પરંતુ દિલ્હીની ટીમ નિર્ધારિત ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 147 રન જ બનાવી શકી. આ હાર બાદ દિલ્હીએ પોઈન્ટ ટેબલમાં પહેલું સ્થાન પણ ગુમાવી દીધું છે.
શ્રેયસ ઐય્યરે મેચ બાદ કહ્યું કે સનરાઈઝર્સ હૈદરાબાદે તેમની ટીમને ત્રણ ક્ષેત્રોમાં માત આપી છે. દિલ્હી કેપિટલ્સની આગલી મેચ 3 ઓક્ટોબરે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રમાશે.












Click it and Unblock the Notifications
