IPL 2020 Auction: 14 વર્ષના નૂર અહેમદ પર સૌની નજર, ઈતિહાસ રચવાનો મોકો
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની 19 ડિસેમ્બરના રોજ કોલકત્તામાં યોજાનાર હરાજીમાં અફઘાનિસ્તાનના એક યુવા સ્પિનર પર સૌની નજર ટકેલી રહેશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની 19 ડિસેમ્બરના રોજ કોલકત્તામાં યોજાનાર હરાજીમાં અફઘાનિસ્તાનના એક યુવા સ્પિનર પર સૌની નજર ટકેલી રહેશી. 14 વર્ષના ચાઈનામેન બોલર નૂર અહેમદ લકનવાલ પાસે ઈતિહાસ રચવાનો મોકો રહેશે કારણકે જો તેમને કોઈ ટીમે ખરીદી લીધા તો તે આઈપીએલમાં રમનાર સૌથી યુવા ખેલાડી બની શકે છે. નૂરની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા છે.

332 ખેલાડીઓ વચ્ચે જંગ
કોલકત્તામાં પહેલી વાર થવા જઈ રહી છે આઈપીએલ હરાજીમાં 73 જગ્યાઓ માટે 332 ખેલાડીઓ વચ્ચે જંગ થશે. દુનિયાના ઘણા દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે આ હરાજીમાં યુવા અફઘાની સ્પિનર નૂર પણ નસીબ અજમાવવા માટે ઉતરશે. આઈપીએલમાં આમ પણ અમુક વર્ષોથી ઘણા યુવા ખેલાડીઓને મોટી રકમથી ખરીદવામાં આવે છે અને આ કડીમાં આ સ્પિનર પર હરાજીમાં શામેલ છે. આઈપીએલમાં અફઘાની સ્પિનરો રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાનનુ પ્રદર્શન શાનદાર રહ્યુ છે જેના કારણે ઘણી ટીમો નૂર માટે પોતાનો દાવો રજૂ કરશે.

એશિયા કપમાં શાનદાર પ્રદર્શન
ચાઈનામેનના આ ડાબોડી બોલરે અંડર-19 એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેમણે આ ટૂર્નામેન્ટમાં 8 વિકેટ લીધી હતી. નૂરે અત્યાર સુધી માત્ર એક ફર્સ્ટ ક્લાસ રમી છે અને તેમાં 4 વિકેટ લીધી હતી. તે અત્યાર સુધી 7 ટી20 મેચોમાં 8 વિકેટ મેળવી ચૂક્યા છે. ભારત અંડર-19 ટીમ સામે સીરિઝમાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. લખનઉમાં સંપન્ન આ સીરિઝને ભારતે 3-2થી જીતી હતી અને આમાં નૂરે 9 વિકેટ લીધી હતી.

આઈપીએલ 2020
તે અફઘાનિસ્તાનની ફ્રેન્ચાઈઝી આધારિત લીગમાં ઈમર્જિંગ પ્લેયર પસંદ કરવામાં આવ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં આગામી વર્ષે થનારી અંડર-19 વર્લ્ડ કપમાં તે અફઘાનિસ્તાનનુ પ્રતિનિધિત્વ કરશે. રાજસ્થાન રૉયલ્સે ટ્રાયલ્સ માટે બોલાવ્યા હતા અને આ ટીમ તેમને ખરીદવા માટે પહેલ કરી શકે છે. નૂર ઉપરાંત અફઘાનિસ્તાનના મોહમ્મદ શહઝાદ, ઝહીર ખાન, કરીમ જનાત, વકાલ સલામખિલ, કૈસ અહેમદ અને નવીન ઉલ હક પણ હરાજીમાં શામેલ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
