ક્રિસ ગેલના ડાંસે ઉડાવ્યા બધાના હોશ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
કિંગ્ઝ ઈલેવન પંજાબના ક્રિસ ગેલનો ડાંસ કરતો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમારા પણ હોશ ઉડી જશે.
આઈપીએલ સિઝન-12 શરૂ થતા પહેલા અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વખતની સિઝન ફિકી પડી રહી છે. એનુ કારણ એ કે વિશ્વ કપ ટૂંક સમયમાં હોવાથી ઘણા મોટા ખેલાડીઓ આઈપીએલમાંથી બહાર જોવા મળશે. પરંતુ આવુ હજુ સુધી જોવા મળ્યુ નથી. આઈપીએલ ફેન્સ આ વખતે પણ ઘણી મઝા લઈ રહ્યા છે. રોજરોજ ખેલાડીઓના એવા વીડિયો સામે આવી રહ્યા છે જે ખૂબ છવાઈ રહ્યા છે. આ દરમિયાન કિંગ્ઝ ઈલેવન પંજાબના ક્રિસ ગેલનો ડાંસ કરતો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

ગેલના ડાંસનો વીડિયો પંજાબે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ગેલ બિંદાસ થઈને કેમેરા સામે ડાંસ કરી રહ્યા છે. બાજુમાં ઉભેલા ખેલાડીઓ ગેલનો ડાંસ જોઈને જોરજોરથી હુટિંગ કરી રહ્યા છે. એવુ લાગી રહ્યુ છે કે કોઈ એડ માટે ગેલના ડાંસનો વીડિયો રેકોર્ડ થઈ રહ્યો છે. જે પણ હોય પરંતુ મેદાન પર બોલરો પર કોઈ પ્રકારની દયા ન ખાનાર યુનિવર્સલ બૉસ ગેલ મેદાનની બહાર પણ પોતાના ફેન્સને ખુશ કરવા માટે કંઈકને કંઈક કરતા રહે છે. જુઓ વીડિયો.
Live life, King size 🕺 👑#SaddaPunjab #KXIP @henrygayle pic.twitter.com/SDYwD1dfZ6
— Kings XI Punjab (@lionsdenkxip) 29 March 2019
તમને જણાવી દઈએ કે 39 વર્ષીય ગેલની ભારતમાં સૌથી વધુ ફેન ફોલોઈંગ છે. ગેલ પણ એ વાતનો સ્વીકર કરી ચૂક્યા છે કે તેમને જેટલો પ્રેમ ભારતીયો પાસેથી મળે છે તેટલો બીજે ક્યાંયથી નથી મળતો. તે પંજાબી કૂર્તા સાથે પાઘડી બાંધેલા પણ ઘણી વાર જોવા મળે છે. આ ઉપરાંત પંજાબી ગીતો પર ડાંસ કરવાનુ પણ તે ચૂકતા નથી. ગેલને ગઈ સિઝનથી પંજાબે પોતાની સાથે જોડ્યુ છે. તેમને જ્યારે ટીમમાં શામેલ કરવામાં આવ્યા હતા ત્યારે ટીમના મેંટર વીરેન્દ્ર સહેવાગે પોતે કહ્યુ હતુ કે તેમનુ બેટ ચાલે કે નહિ એનાથી આપણને નુકશાન નથી પરંતુ એન્ટરટેઈનમેન્ટ તેમજ જાહેરાત માટે ગેલ આપણા સારા કામમાં આવશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
