આઇપીએલ 10 - બેંગલોરે ગુજરાત લાયન્સને 21 રનથી હરાવ્યું!
આઇપીએલ 2017ની 20મો મેચ ગુજરાત લાયન્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની લાઇવ અપડેટ્સ મેળવો અહીં.
આઇપીએલ 10 સિઝનની આજે 20 મો મેચ છે. જે ગુજરાત લાયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાવાની છે. ગુજરાતના રાજકોટમાં આવેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિમાં હાલ મોટી સંખ્યામાં લોકો આ મેચને માણવા માટે ઉમટી પડ્યા છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ વિગતો આપતા રહીશું. .

Update :
- આઇપીએલ 10 20માં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ગુજરાત લાયન્સને 21 રને હરાવ્યું હતું.
- રોયલ ચેલેન્જર્સ બેંગલોરના 214 રનના ટાર્ગેટનો પીછો કરતા ગુજરાત લાયન્સ 20 ઓવરમાં 7 વિકેટે 192 રન જ બનાવી શકી હતી.
- બેંગલોર તરફથી યુજવેન્દ્ર ચહલે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
- ગુજરાત લાયન્સની 7મી વિકેટ પડી.ઇશાન કિશન 39 રને રન આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની 6મી વિકેટ પડી.રવિન્દ્ર જાડેજા 22 રને રન આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની 5મી વિકેટ પડી. બ્રેન્ડન મેક્કુલમ 72 રને આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની ચોથી વિકેટ પડી. દિનેશ કાર્તિક 1 રન બનાવીને આઉટ.
- ગુજરાત લાયન્સની ત્રીજી વિકેટ પડી. એરોન ફિન્ચ 19 રન બનાવીને આઉટ.
- સુરેશ રૈના 23 રને યુજવેન્દ્ર ચહલની ઓવરમાં વોટસન દ્વારા કેચ આઉટ.
- ગુજરાત લાયન્સની બીજી વિકેટ પડી.
- ડ્વેન સ્મિથ 1 રને યુજવેન્દ્ર ચહલની ઓવરમાં મનદિપ સિંહ દ્વારા કેચ આઉટ.
- ગુજરાત લાયન્સની ડ્વેન સ્મિથનાં રૂપમાં પ્રથમ વિકેટ પડી.
- આઇપીએલ 10માં 20માં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરએ ગુજરાત લાયન્સને જીતવા માટે 214 રનનો ટાર્ગેટ આપ્યો છે.
- ગુજરાત લાયન્સ વિરૂદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલોરએ 20 ઓવરમાં 2 વિકેટે 214 રન બનાવી લીધા હતા.
- આરસીબીનાં કપ્તાન વિરાટ કોહલી 50 બોલમાં સાત ચોગ્ગા એક છગ્ગાની મદદથી 64 રન બનાવ્યાં હતા.
- ટ્રેવિસ હેડએ 16 બોલમાં બે ચોગ્ગા એક છગ્ગાની મદદથી 30 રન બનાવીને અણમન રહ્યા હતા.
- આરસીબીનાં વિકેટ કીપર કેદાર જાદવએ 2 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 16 બોલમાં 38 રન બનાવીને અણમન રહ્યા હતા.
- ટ્રેવિસ હેડ (30) અને કેદાર જાધવ (38) રને નોટ આઉટ.
- વિરાટ કોહલી 64 રન ધવલ કુલકર્ણી ઓવરમાં સ્મિથ દ્વારા કેચ આઉટ.
- રોયલ ચેલેન્જર્સ બેંગલોરની બીજી વિકેટ પડી.
- આરસીબી તરફથી ક્રિસ ગેલએ 38 બોલમાં 5 ચોગ્ગા 7 છગ્ગાની મદદથી 77 રન બનાવ્યાં હતા.
- ક્રિસ ગેલ 77 રને બાસિલ થમ્પીની ઓવરમાં LBW આઉટ થયો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ક્રિસ ગેલના રૂપમાં પ્રથમ વિકેટ પડી.
- ક્રિસ ગેલે ટી-20 ક્રિકેટમાં પોતાના 10,000 રન પૂરા કર્યા હતા.
- ગુજરાત લાયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગલોરએ એબી ડી વિલિયર્સ અને સેમ્યુઅલ બદ્રીની જગ્યાએ ક્રિસ ગેલ અને ટ્રેવીસ હેડનો ટીમમાં સમાવેશ કરાયો હતો.
- ગુજરાત લાયન્સએ જેસન રોયની જગ્યાએ એરોન ફિન્ચનો સમાવેશ કરવામાં આવ્યો હતો
રોયલ ચેલેન્જર્સ બેંગલોર:
વિરાટ કોહલી (કેપ્ટન), ક્રિસ ગેલ, એડમ મિલને, શ્રીનાથ અરવિન્દ, મનદિપ સિંહ, ટ્રેવિસ હેડ, કેદાર જાધવ, શેન વોટસન, સ્ટુઅર્ટ બિન્ની, પવન નેગી, યુજવેન્દ્ર ચહલ
ગુજરાત લાયન્સ:
ડ્વેન સ્મિથ, બ્રેન્ડન મેક્કુલમ, સુરેશ રૈના (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, એન્ડ્ર્યૂ ટાઇ, ધવલ કુલકર્ણી, બાસિલ થમ્પી, શિવિલ કૌશિક,એરોન ફિન્ચ, ઇશાન કિશન, દિનેશ કાર્તિક
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
