IPL 10: મુંબઇ અને પુનામાંથી કોણ કોને પડશે ભારે?
આ પહેલા મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ત્રણ વાર ફાઇનલમાં પહોંચી છે. વર્ષ 2017માં ચોથી વાર આ ટીમ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે.
આજે એટલે કે રવિવારે આઇપીએલની 10મી સિઝનની ફાઇનલ મેચ છે. મુંબઇ ઇન્ડિયન્સ અને રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ વચ્ચેની આ મેચ રાત્રે 8 વાગે હૈદ્રાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાવા જઇ રહી છે.
મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ત્રીજી વાર વિજેતા બનવા માટે મેદાનમાં ઉતરશે, જ્યારે સ્મિથની પુણેની સેના પણ જીત માટે કટિબદ્ધ રહેશે. આખી સિઝનમાં મુંબઇની ટીમે ખૂબ સુંદર પ્રદર્શન કર્યું છે, કેકેઆરને બહાર કરી આ ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ કારણે મુંબઇ ઇન્ડિયન્સના આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે. આજે મેદાન પર પણ તેમનું શાનદાર પ્રદર્શન જોવા મળશે એવી આશા છે.

3 વાર મુંબઇને આપી છે હાર
રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સની ટીમે રાઉન્ડ રોબિનના મુકાબલામાં ત્રણ વાર મુંબઇની ટીમને કારમી હાર આપી છે. સ્મિથની ટીમ ચોથીવાર પણ રોહિતની સેનાને પરાસ્ત કરવાનો પૂરો પ્રયત્ન કરશે.

મુંબઇ ઇન્ડિયન્સની સામે ધોની
આ પહેલા મુંબઇ ઇન્ડિયન્સ ત્રણવાર ફાઇનલમાં પહોંચી છે, આ વર્ષે ચોથીવાર તેણે ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી છે. મહેન્દ્ર સિંહ ધોની પણ ત્રણેય વાર મુંબઇની ફાઇનલમાં હાજર રહ્યાં છે. વર્ષ 2010માં ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે મુંબઇ ઇન્ડિયન્સને હરાવી ફાઇનલ મેચ જીતી હતી, વર્ષ 2013 અને 2015માં ચેન્નાઇની ટીમ હારી હતી. આ ત્રણેય મેચમાં મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઇ ટીમના કપ્તાન હતા.

પુના વિ. મુંબઇ
રોહિતની ટીમ બેલેન્સ છે, મુંબઇ ઇન્ડિયન્સમાં તેમની પાસે લેંડલ સિમંસ, કેરન પોલાર્ડ, પાર્થિવ પટેલ, નીતીશ રાણા, હાર્દિક પંડ્યા, કુણાલ પંડ્યા, મલિંગા, બુમરાહ અને હરભજન સિંહ જેવા ખેલાડીઓ છે. તો સ્મિથ પાસે પુનાની ટીમમાં રાહુલ ત્રિપાઠી, અજિંક્ય રહાણે, મહેન્દ્ર સિંહ ધોની, મનોજ તિવારી, જયદેવ ઉનડકટ અને એડમ જમ્પા જેવા ખેલાડીઓ છે, જે ગેમ ચેન્જ કરવા સક્ષમ છે.

જીત પર ફોકસ
પુનાની ટીમની આ અંતિમ આઇપીએલ હશે અને આથી જ ટીમ જીતવાનો પૂરો પ્રયત્ન કરશે એ વાત ચોક્કસ છે. આજની મેચમાં લોકોની નજર ધોની પર મંડાયેલી હશે એ વાતમાં શંકાને કોઇ સ્થાન નથી. આઇપીએલ શરૂ થતાં પહેલાં ધોનીને અનેક આલોચનાનો સામનો કરવો પડ્યો હતો, આજની મેચમાં તેમની પાસે તક છે તેમને જવાબ આપવાની.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
