આઇપીએલ 9: ખેલાડીઓની થઇ હરાજી, જાણો કોણ કેટલામાં વેચાયું
બેંગ્લોરમાં આજે અનેક ક્રિકેટરો માટે મહત્વનો દિવસ હતો. કારણ કે આઇપીએલ 9 માટે આજે ખેલાડીઓની હરાજી થવાની હતી. જેમાં 351 ખેલાડીઓની હરાજી થઇ. જો કે મોંધા ભાવે યુવરાજ સિંહ, નેગી, નાથુ સિંધ જેવા ખેલાડીઓની ખરીદી કરવામાં આવી. માઇક હસી, કેન રિચર્ડસન, રવિ બોપારા જેવા ખેલાડીઓને કોઇ ના ખરીદ્યા.
જો કે મોંધેરા સ્ટારોમાંથી શેન વોટસનને રોયલ ચેલેન્જર્સે 9.50 કરોડમાં ખરીદ્યો. તો યુવરાજ સિંહની બોલી લાગી 7 કરોડ રૂપિયા અને તેને સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો. તો હાલમાં જ બનેલી રાજકોટની આઇપીએલ ટીમ ગુજરાત લાયન્સના મોંધા ખેલાડી બન્યા પ્રવીણ કુમાર જેમને 3.50 કરોડમાં ખરીદવામાં આવ્યા. તો બીજી તરફ દિલ્હીએ પવન નેગીને 8.50 કરોડમાં ખરીદ્યો. હાલ આ હરાજી સમાપ્ત થઇ ગઇ છે. પણ પ્રાપ્ત માહિતી મુજબ કયો ખેલાડી ક્યાં ગયો તે વિષે જાણવા વાંચો નીચેનો આ ફોટોસ્લાઇડર....

ગુજરાત લાયન્સ
ગુજરાત લાયન્સે તેની ટીમમાં પ્રવીણ કુમાર, ધવલ કુલકર્ણી, પારસ ડોગરા, ડેલ સ્ટેઇન, દિનેશ કાર્તિક, ડેવિડ સ્મિથ, ઇશાન કિશન, એકલવ્ય ત્રિવેદી, પ્રદિપ સંગવાન, પ્રવીણ તામ્બે અને સરબજીત લડ્ડાને ખરીદ્યા.

સનરાઇઝર્સ હૈદરાબાદ
તો તે બાદ 7 કરોડમાં યુવરાજ સિંહને ખરીદવાની સાથે આશીષ નેહરા, બરિન્દર સરન, મુસ્તફિઝૂર રહેમાન, અભિમન્યુ મિથુન, આદિત્ય અને દિપક હુડ્ડાને સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યા.

રાઇઝિંગ પૂણે સુપરઝાયન્ટ
તો ગુજરાત લાયન્સ સાથે જ નવી બનેલી રાઇઝિંગ પૂણે સુપરઝાયન્ટે મિશેલ માર્શ, ઇરફાન પઠાણ (1 કરોડ), કેવિન પીટરસન, આર.પી.સિંહ, એમ, અશ્વિન અને અંકિત શર્માને ખરીદ્યા.

કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ
તો કિંગ્સ ઇલેવન પંજાબે મોહિત શર્મા, માર્કોસ સ્ટોનીસ, કાયલી એબોટને ખરીદ્યા તથા મુંબઇ ઇન્ડિયન્સે નાથુ સિંધ, ટીમ સાઉથી, જોશ બટલરને ખરીદ્યા.

કોલકત્તા નાઇટ રાઇડર્સ
શાહરૂખ ખાનની કોલકત્તા નાઇટ રાઇડર્સે કોલીન મુનરો, જોશ હેસ્ટિંગ્સ, જયદેવ ઉનડકટ, અંકિત રાજપૂતને ખરીદ્યા.

દિલ્હી ડેરડેવિલ્સ
તો પવન નેગીને 8.50 કરોડમાં ખરીદવાની સાથે દિલ્હી ડેરડેવિલ્સે ક્રિસ્ટોફર મોરિસ, કાર્લોસ બ્રેથવેઇટ, સંજૂ સેમસન, કરૂણ નાયર અને ઋુષભ પંતને ખરીદ્યા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
