વર્લ્ડ કપ વિજેતા મહિલા ક્રિકેટ ટીમના દરેક સભ્યોને કેટલુ ઈનામ મળશે?
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 2025નો વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે, જેના પગલે BCCIએ ટીમને 51 કરોડનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. ભારતીય મહિલા ક્રિકેટના ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ઇનામી રકમ છે, જેણે ખેલાડીઓ અને ચાહકો બંનેના દિલ જીતી લીધા છે.
આ સાથે એક પ્રશ્ન પણ ઉદ્ભવે છે કે મહિલા ટીમને આટલી મોટી રકમ કેવી રીતે મળશે, તેની પ્રક્રિયા શું હશે અને કઈ ખેલાડીને કેટલા રૂપિયા મળશે. જ્યારે પુરુષ ટીમોને પણ આવી રકમ મળી છે ત્યારે પણ તેનું વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ એકલા ખેલાડીઓએ રકમ વહેંચી નહોતી.

મહિલા ટીમમાં કુલ 15 ખેલાડીઓ અને 3 કોચિંગ સ્ટાફ મળીને 18 સભ્યો છે. જો આ ₹51 કરોડની રકમ આ 18 સભ્યોમાં વહેંચવામાં આવે તો દરેક સભ્યને લગભગ ₹2.83 કરોડ મળવાની સંભાવના છે. આ ઉપરાંત, એક અન્ય ગણતરી પણ સામે આવે છે.
જો કંડિશનિંગ કોચ, ફિઝિયો, એનાલિસ્ટ, ડોક્ટર અને ટ્રેનર જેવા સપોર્ટ સ્ટાફને પણ આમાં શામેલ કરવામાં આવે તો કુલ સંખ્યા લગભગ 25 સભ્યોની થઈ જાય છે. જો આ ઇનામી રકમ આ 25 લોકોમાં સમાન રીતે વહેંચવામાં આવે તો દરેક સભ્યને લગભગ ₹2.04 કરોડ મળી શકે છે. આમાં એક વાત તો નક્કી છે કે બંને પરિસ્થિતિઓમાં દરેક ખેલાડીને 2 કરોડથી ઓછી રકમ નહીં મળે.
બોર્ડના ઇનામ ઉપરાંત ICCએ પણ ખેલાડીઓને મોટી રકમ આપી છે. વિજેતા ટીમ માટે લગભગ 40 કરોડની ઇનામી રકમ હતી અને મહિલા વર્લ્ડ કપના ઇતિહાસમાં આ સૌથી મોટી રકમ છે, જે ટીમ ઇન્ડિયાને મળી છે.
ફાઇનલ મેચ નવી મુંબઈના DY પાટીલ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે રમાઈ હતી. આ રોમાંચક ફાઇનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 298 રન બનાવ્યા હતા. શેફાલી વર્માએ સર્વાધિક 87 રન બનાવ્યા હતા. જવાબમાં રમતા દક્ષિણ આફ્રિકાની ટીમ 246 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
