બ્લાઇન્ડ ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવી ભારત બન્યું વિશ્વ વિજેતા
બ્લાઇન્ડ ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 9 વિકેટથી હરાવી ભારત બન્યું વિજેતા.
ટી-20 બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન ને 9 વિકેટથી હરાવી વર્લ્ડ કપ પોતાને નામ કરી લીધો છે. બેંગ્લુરૂના ચિન્નાસ્વામી મેદાનમાં ભારતે શાનદાર રમતનું પ્રદર્શન કરતાં પાકિસ્તાનને ફાઇનલ મેચમાં 9 વિકેટથી માત આપી હતી.

પાકિસ્તાને ભારતને 198 રનનો લક્ષ્યાંક આપ્યો હતો અને ભારતે માત્ર 17.2 ઓવરમાં આ લક્ષ્ય પાર કરવામાં સફળતા મેળવી અને માત્ર એક જ વિકેટ ગુમાવી. ભારતે કોઇ અડચણ વિના પાકિસ્તાનને માત આપી વર્લ્ડ કપ જીત્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વર્લ્ડ કપની પેહલી મેચમાં પણ ભારતે પાકિસ્તાનને માત આપી હતી.
પાકિસ્તાન અને ભારતની આ શ્રૃંખલા દરમિયાન ભારતે શાનદાર રમતનું પ્રદર્શન કરી ફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ શ્રૃંખલામાં પાકિસ્તાને પોતાની તમામ લીગ મેચમાં જીત મેળવી, માત્ર એક જ લીગ મેચમાં તેણે ભારત સામે હારવાનો વારો આવ્યો. પાકિસ્તાને ઇંગ્લેન્ડને 147 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ મેચમાં પાકિસ્તાને શાનદાર બેટિંગ કરતાં 20 ઓવરમાં 309 રન બનાવ્યા હતા. તો બીજી બાજુ ભારતે શ્રીલંકાને હરાવીને ફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
