Video: છેલ્લી ODIમાં ધોનીએ હસીને વિરાટને શું ઇશારો કર્યો હતો?
શ્રીલંકા સામેની છેલ્લી વન ડે મેચમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટથી માત આપી હતી. આ મેચનો કોહલી અને ધોનીનો એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
શ્રીલંકા સામેની છેલ્લે વન ડે મેચમાં ભારતે 6 વિકેટથી જીત મેળવી હતી. આ વન ડે મેચના હીરો બન્યા ભારતીય કપ્તાન વિરાટ કોહલી અને બોલર ભૂવનેશ્વર કુમાર. આ સિવાય ટીમના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની માત્ર 1 રન ફટકારી ચર્ચામાં આવ્યા હતા. દુનિયાના સૌથી ઉમદા ફિનિશર મનાતા ધોની મોટા શોટ ફટકારી મેચ પૂર્ણ કરવા માટે જાણીતા છે. પરંતુ હવે ધોની આ તક ટીમને બીજા ખેલાડીઓને આપે છે. શ્રીલંકા સામેની 5મી વન ડેમાં પણ કંઇ એવું જ થયું.

મેદાન પર ઉતર્યા ધોની
શ્રીલંકા તરફથી ભારતને 239 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, ટીમ ઇન્ડિયાએ 46 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 237 રન બનાવી લીધા હતા. જીતવા માટે માત્ર 2 રનની જરૂર હતી. 47મી ઓવરના 1લા બોલ પર જ અર્ધસદી ફટકારી ચુકેલ ખેલાડી કેદાર જાધવ આઉટ થયા બાદ બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યા મહેન્દ્ર સિંહ ધોની. ધોની કોઇ મોટો શોટ ફટકારી આ મેચ પૂર્ણ કરી શકે એમ હતા, પરંતુ તેમણે આ તક વિરાટ કોહલીને આપી.
એમએસ ધોની અને વિરાટ કોહલી
સિંગલ લઇ વિરાટ કોહલીને સ્ટ્રાઇક આપતી વખતે ધોનીના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું. વિરાટ કોહલી અને ધોની બંને આ ક્ષણે એકબીજાને જોઇને સ્મિત કરી રહ્યાં હતા અને આ પળ તે સમયે કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ધોનીએ માત્ર એક સ્મિત દ્વારા વિરાટને પોતાની વાત જણાવી દીધી અને વિરાટે પણ ધોનીની ઇચ્છા સમજી લેતાં વિજયી રન લઇ લીધો હતો. વિરાટ અને ધોનીની મિત્રતા અને સમજદારીની આ ક્ષણનો વીડિયો જુઓ અહીં...
Killer smile by @msdhoni and @imVkohli .. Every person who is fan of @msdhoni can understand that feeling kitni khusi milti h andar se pic.twitter.com/Q8qMxfN39v
— SRK's Fan Aviral (@iamAviral__) September 4, 2017
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
