IND vs SA U19 Live Streaming: આજે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે અંતિમ મેચ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે લાઈવ
IND U19 vs SA U19 Live Streaming: ભારત અને દક્ષિણ આફ્રિકાની અંડર-19 ટીમો વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચોની વનડે સિરીઝનો આજે છેલ્લો અને નિર્ણાયક મુકાબલો રમાશે. ભારતીય યુવા બ્રિગેડે શરૂઆતની બંને મેચો જીતીને સિરીઝ પર પહેલેથી જ કબજો જમાવી લીધો છે. હવે કેપ્ટન વૈભવ સૂર્યવંશીની સેના દક્ષિણ આફ્રિકાને તેના જ ઘરમાં 'વ્હાઈટ વોશ' કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

સિરીઝમાં ભારતનું એકહથ્થુ શાસન
આ પ્રવાસમાં અત્યાર સુધી ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળ્યો છે. પ્રથમ બે વનડે મેચોમાં વરસાદે વિક્ષેપ પાડ્યો હતો, પરંતુ ડકવર્થ-લુઈસ નિયમ મુજબ ભારત વિજેતા જાહેર થયું હતું. ભારતીય બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગ કરી છે, જ્યારે બેટ્સમેનોએ કપરી પરિસ્થિતિમાં પણ શાનદાર પ્રદર્શન કરીને યજમાન ટીમને બેકફૂટ પર ધકેલી દીધી છે. દક્ષિણ આફ્રિકાની ટીમ વળતો પ્રહાર કરવામાં નિષ્ફળ રહી છે.
ક્યારે અને ક્યાં રમાશે મેચ?
- સ્થળ: વિલોમૂરે પાર્ક, બેનોની (દક્ષિણ આફ્રિકા)
- સમય: ભારતીય સમય અનુસાર બપોરે 1:00 વાગ્યે મેચ શરૂ થશે.
- ટોસ: મેચ શરૂ થવાના અડધા કલાક પહેલા એટલે કે 12:30 વાગ્યે ટોસ થશે.
લાઈવ સ્ટ્રીમિંગની વિગત
ક્રિકેટ ચાહકો માટે ખાસ નોંધ કે આ મેચનું ભારતની કોઈ ટીવી ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે નહીં. જોકે, ચાહકો ઓનલાઈન સ્પોર્ટ્સ પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયા પર લાઈવ સ્કોર અને બોલ-બાય-બોલ કોમેન્ટ્રી દ્વારા મેચની અપડેટ મેળવી શકશે.
બંને ટીમોના સ્ક્વોડ પર એક નજર:
ભારત અંડર-19 ટીમ: વૈભવ સૂર્યવંશી (કેપ્ટન), એરોન જ્યોર્જ, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ પંગલિયા, આર. એસ. અમ્બ્રીશ, કનિષ્ક ચૌહાણ, મોહમ્મદ એનાન, ખિલાન પટેલ, દીપેશ દેવેન્દ્રન, કિશન કુમાર સિંહ, યુવરાજ ગોહિલ, ઉધવ મોહન, રાહુલ કુમાર, હેનિલ પટેલ.
દક્ષિણ આફ્રિકા અંડર-19 ટીમ: મુહમ્મદ બુલબુલિયા (કેપ્ટન), જોરિક વેન શાલ્કવિક, અદનાન લગાડિયન, જેસન રોવલ્સ, અરમાન મનૈક, ડેનિયલ બોસમેન, લેથાબો ફહલામોહલાકા (વિકેટકીપર), માઈકલ ક્રુઈસ્કેમ્પ, જેજે બેસન, એનાથી કિશિની, બાયંડા માજોલા, કોર્ની બોથા, બેન્ડાઈલ મ્બાથા, પોલ જેમ્સ, નટાન્ડો સોની.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
