IND vs NZ: ભારત પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડની T20 અને ODI ટીમની જાહેરાત, આ ખેલાડીને પહેલીવાર મળ્યું સ્થાન
IND vs NZ: ફેબ્રુઆરી 2026માં યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે મર્યાદિત ઓવરોની શ્રેણી રમશે. આ મહત્વપૂર્ણ પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે તેમની વન-ડે (ODI) અને ટી૨૦ (T20) ટીમની જાહેરાત કરી દીધી છે. આ શ્રેણીમાં કીવી ટીમ અલગ-અલગ કેપ્ટનો હેઠળ મેદાનમાં ઉતરશે.

T20માં સેન્ટનર અને ODIમાં બ્રેસવેલ સંભાળશે કમાન
ન્યૂઝીલેન્ડની ટીમમાં આ વખતે નેતૃત્વને લઈને મોટો ફેરફાર જોવા મળ્યો છે.
- T20 સીરીઝ: અનુભવી સ્પિનર મિચેલ સેન્ટનર ઈજા બાદ વાપસી કરી રહ્યો છે અને તેને 5 મેચોની T20 શ્રેણી માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
- ODI સીરીઝ: 3 મેચોની ODI શ્રેણી માટે ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલને ટીમની કમાન સોંપવામાં આવી છે.
કેન વિલિયમસન અને લેથમ કેમ નથી?
ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી કેન વિલિયમસન દક્ષિણ આફ્રિકાની T20 લીગ (SA20) માં વ્યસ્ત હોવાને કારણે ODI શ્રેણીમાં ઉપલબ્ધ રહેશે નહીં. આ ઉપરાંત નિયમિત કેપ્ટન ટૉમ લેથમ પણ આ પ્રવાસનો ભાગ નથી. જોકે, ટીમમાં જેડન લેનોક્સ જેવા નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.
ગુજરાતમાં રમાશે બે મહત્વની વનડે મેચો
ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ માટે ઉત્સાહના સમાચાર છે, કારણ કે શ્રેણીની પ્રથમ બે વન-ડે મેચો ગુજરાતના યજમાન શહેરોમાં રમાશે.
- 11 જાન્યુઆરી: પ્રથમ વન-ડે - વડોદરા
- 14 જાન્યુઆરી: બીજી વન-ડે - રાજકોટ
- 18 જાન્યુઆરી: ત્રીજી વન-ડે - ઈન્દોર
વન-ડે શ્રેણી બાદ 21 જાન્યુઆરીથી નાગપુર ખાતે T20 શ્રેણીનો પ્રારંભ થશે, જેના બાકીના મેચો રાયપુર, ગુવાહાટી, વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરમમાં રમાશે.
ન્યૂઝીલેન્ડની સંપૂર્ણ સ્ક્વોડ
T20 ટીમ: મિચેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે (વિકેટકીપર), જેકબ ડફી, જેક ફોલ્ક્સ, મેટ હેનરી, કાયલ જેમિસન, બેવન જેકોબ્સ, ડેરીલ મિચેલ, જેમ્સ નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, ટિમ રોબિન્સન, ઈશ સોઢી.
ODI ટીમ: માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), આદિ અશોક, ક્રિશ્ચિયન ક્લાર્ક, જોશ ક્લાર્કસન, ડેવોન કોનવે, જેક ફોલ્ક્સ, મિચ હે (વિકેટકીપર), કાયલ જેમિસન, નિક કેલી, જેડન લેનોક્સ, ડેરિલ મિચેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ રે, વિલ યંગ.
વર્લ્ડ કપની તૈયારીઓના ભાગરૂપે આ શ્રેણી બંને ટીમો માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ભારતીય T20 ટીમ આ પ્રવાસી ટીમ સામે ટકરાશે.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી










Click it and Unblock the Notifications
