India vs New Zealand : ભારતે 1-0થી જીતી સીરિઝ, વરસાદ વચ્ચે ટાઇ થઇ મેચ
India vs New Zealand : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી 20 સીરિઝનો ત્રીજી મેચ વરસાદને કારણે મેચ ડ્રો થઇ ગઇ છે. આ મેચમાં કિવી ટીમે પ્રથમ બેટિંગ કરીને 160 રન બનાવ્યા હતા.
India vs New Zealand : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી 20 સીરિઝનો ત્રીજી મેચ વરસાદને કારણે મેચ ડ્રો થઇ ગઇ છે. આ મેચમાં કિવી ટીમે પ્રથમ બેટિંગ કરીને 160 રન બનાવ્યા હતા. જેનાં જવાબમાં ભારતે 9 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 75 રન બનાવ્યા હતા.
ડક વર્થ લુઇસના નિયમ મુજબ, આ સ્કોરને ધ્યાનમાં રાખીને મેચ ડ્રો થઇ હતી. જે કારણે ભારત 1-0 થી આ સીરિઝ જીતી ગયું છે. આ શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઇ ગઇ હતી. જ્યારે બીજી મેચમાં ભારત જીત્યું હતું.

ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત
બંને ટીમો વચ્ચેની આ મેચ વરસાદને કારણે મોડી શરૂ થઈ હતી અને ટોસ પણ મોડો થયો હતો. 161 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ ચાર વિકેટે 75 રન બનાવી લીધા હતા, જ્યારે વરસાદના કારણે મેચ રોકાઈ હતી.
દીપક હુડા 9 અને હાર્દિક પંડ્યા 30 રન બનાવીને ક્રિઝ પર હતા. ભારતને જીતવા માટે 66 બોલમાં 86 રનની જરૂર હતી, પરંતુ આ મેચ તેનાથી આગળ રમાઈ શકી નહીં અને મેચ ડ્રો થઈ હતી. આ શ્રેણીની પ્રથમ મેચ પણ વરસાદના કારણે રદ્દ થઈ હતી.

ન્યુઝીલેન્ડમાં પ્રથમ વખત બનાવ્યો રેકોર્ડ
ટીમ ઈન્ડિયાએ આ સીરીઝ જીતીને મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ન્યુઝીલેન્ડમાં પ્રથમ વખત સતત બીજી T20 સીરિઝ જીતી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ વર્ષ 2020-21ના પ્રવાસમાં પણ ટી20 શ્રેણી જીતી હતી. આ સિરીઝમાં બંને ટીમો વચ્ચે 5 મેચ રમાઈ હતી અને તમામ પાંચ મેચ ટીમ ઈન્ડિયાના નામે હતી.

અર્શદીપ-સિરાજે મચાવ્યો તરખાટ
ઝડપી બોલર અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજની ચાર-ચાર વિકેટના કારણે ભારતે ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને 19.4 ઓવરમાં 160 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
યજમાન ટીમે છેલ્લા 30 રનમાં પોતાની આઠ વિકેટ ગુમાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડનો સ્કોર 16મી ઓવરમાં બે વિકેટે 130 રન હતો, પરંતુ અર્શદીપ (37 રનમાં 4 વિકેટ) અને સિરાજ (17 રનમાં 4 વિકેટ)એ શાનદાર વાપસી કરીને ન્યૂઝીલેન્ડની ટીમને બે બોલ બાકી રાખીને જ સમેટી લીધી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
