ભારત-પાકિસ્તાનનો મેચ 'રાષ્ટ્રધર્મ' વિરૂદ્ધ, બાબા રામદેવે કહ્યું - ક્રિકેટ અને આતંક અને રમત એક સાથે ન ચાલી શકે
યોગ ગુરુ બાબા રામદેવે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડ કપ મેચને આજે (24 ઓક્ટોબર) રાષ્ટ્રીય હિત અને રાષ્ટ્રધર્મ વિરુદ્ધ ગણાવી છે. રામદેવે કહ્યું કે, ક્રિકેટ અને આતંકની રમત એક સાથે ન ચાલી શકે.
નવી દિલ્હી : યોગ ગુરુ બાબા રામદેવે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડ કપ મેચને આજે (24 ઓક્ટોબર) રાષ્ટ્રીય હિત અને રાષ્ટ્રધર્મ વિરુદ્ધ ગણાવી છે. રામદેવે કહ્યું કે, ક્રિકેટ અને આતંકની રમત એક સાથે ન ચાલી શકે. આજે સાંજે 7 કલાકેથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડ કપ મેચ છે, જે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
શનિવારના રોજ (23 ઓક્ટોબર) નાગપુર એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા બાબા રામદેવે જણાવ્યું હતું કે, ક્રિકેટની રમત અને આતંકની રમત એક સાથે રમી શકાય નહીં. બાબા રામદેવની આ પ્રતિક્રિયા એલઓસી પર તણાવ અને જમ્મુ-કાશ્મીરમાં વધી રહેલી આતંકવાદી ગતિવિધિઓ પછી આવી છે.

ક્રિકેટ અને આતંકની રમત એક સાથે ન ચાલી શકે
એલઓસી પર તણાવ વચ્ચે રવિવારના રોજ યોજાનારી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ વિશે પૂછવામાં આવતા બાબા રામદેવે જણાવ્યું હતું કે, 'મને લાગે છે કે, આવીસ્થિતિમાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ રાષ્ટ્રીય હિતમાં નહીં પણ 'રાષ્ટ્રધર્મ હિત વિરૂદ્ધ' છે.ક્રિકેટની રમત અને આતંકની રમત એકસાથે રમી શકાતી નથી.
ઉલ્લેખનીય છેકે, ઓક્ટોબર મહિનામાં કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં 11 નાગરિકો અને 9 જવાન શહીદ થયા છે. કાશ્મીરમાં પરપ્રાંતિય મજૂરોને નિશાન બનાવીને નિશાનબનાવવામાં આવી રહ્યા છે.

માત્ર વૈશ્વિક ટુર્નામેન્ટમાં જ રમે છે ભારત-પાકિસ્તાન
ભારતે છેલ્લે 2013માં દ્વિપક્ષીય શ્રેણીમાં પાકિસ્તાનની યજમાની કરી હતી. ત્યારથી ભારત-પાકિસ્તાનની ટીમો હવે માત્ર વૈશ્વિક ટુર્નામેન્ટમાં મેચ રમે છે.
ભારત અનેપાકિસ્તાન છેલ્લે ઈંગ્લેન્ડમાં 2019 ODI વર્લ્ડ કપમાં રમ્યા હતા.
સોશિયલ મીડિયા પર આ મેચને લઈને ઘણા લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
લોકોનું કહેવું છે કે, પાકિસ્તાન જે રીતે કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપીરહ્યું છે, ભારતની ક્રિકેટ ટીમ માટે આ મેચ રમવી યોગ્ય નથી.

ભારત-પાકિસ્તાન નંબર ગેમ સમજો
T20 અને 50 ઓવરના વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામે 12-0નો રેકોર્ડ છે.
આઈસીસીની વર્લ્ડકપ ઈવેન્ટમાં ભારત-પાકિસ્તાનની ટીમો 12 વખત ટકરાઈ છે,ભારતીય ટીમે દરેક મેચમાં જીત મેળવી છે.
તેમાંથી ભારતે સાત વખત 50 ઓવરના વન ડે વર્લ્ડ કપ અને 5 વખત T20 ફોર્મેટમાં જીત મેળવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
