IND vs ZIM : રિયાન પરાગે ઇતિહાસ રચ્યો, આવુ કરનારો પહેલો ખેલાડી બન્યો
IND vs ZIM : ઝિમ્બાબ્વે સામેના પહેલા T20 મુકાબલામાં ભારતીય ટીમની 13 રને હાર થઈ છે. ભારતીય ટીમ ભલે હારી પણ આ સાથે રિયાન પરાગે ઇતિહાસ રચ્યો છે.
ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં રિયાન પરાગ ડેબ્યુ કરતા જ ભારત તરફથી રમનાર નોર્થ ઈસ્ટનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. તેણે શનિવારે હરારેમાં શ્રેણીની પ્રથમ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો.

જો કે તે પોતાની ડેબ્યૂ મેચમાં ફ્લોપ રહ્યો. તે 3 બોલમાં માત્ર 2 રન બનાવીને આઉટ થયો. તેના પિતાએ તેને ડેબ્યૂ કેપ આપી હતી. આઈપીએલ 2024 અને સ્થાનિક ક્રિકેટમાં ધમાલ મચાવનાર રિયાન પાસેથી ઘણી અપેક્ષાઓ છે.
રિયાન પરાગ 2018માં અંડર-19 વર્લ્ડ કપમાં રમ્યો હતો. તે અંડર-19 વર્લ્ડ કપમાં રમનાર નોર્થ ઈસ્ટનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો. રિયાનના પિતા પરાગ દાસ આસામ તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂક્યા છે.
તેના પુત્રને ડેબ્યુ કેપ પહેરાવવી તે તેમના માટે ભાવનાત્મક ક્ષણ હતી. પિતાનું સ્વપ્ન સાકાર થયું છે. થોડાં વર્ષો પહેલાં તેમણે જોયેલું સપનું આજે સાકાર થતું જોઈને રિયાનના પિતા ખૂબ જ ખુશ હતા.
રિયાન પરાગે IPL 2024માં શાનદાર બેટિંગ કરી હતી. આઈપીએલમાં શાનદાર પ્રદર્શનના આધારે તેણે રાષ્ટ્રીય ટીમમાં જગ્યા બનાવી હતી. 22 વર્ષના રિયાન પરાગે છેલ્લી IPLમાં 15 મેચમાં 573 રન બનાવ્યા, જેમાં 4 અડધી સદી સામેલ હતી. રેયાન આક્રમક બેટિંગ કરે છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
