IND vs USA U19: વર્લ્ડ કપમાં જીત સાથે ભારતે કરી ધમાકેદાર શરૂઆત, USAને 6 વિકેટે હરાવ્યું
IND vs USA U19: આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે ધમાકેદાર શરૂઆત કરી છે. પોતાના પ્રથમ મુકાબલામાં ભારતે અમેરિકા (USA) ને 6 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાં જીતનું ખાતું ખોલ્યું છે. આ જીતના અસલી હીરો ગુજરાતી યુવા ફાસ્ટ બોલર હેનિલ પટેલ રહ્યા હતા, જેમણે પોતાની ધારદાર બોલિંગથી અમેરિકન બેટિંગ લાઈન-અપના કચેડઘાણ કાઢી નાખ્યા હતા.

હેનિલ પટેલનો 'પંચ': અમેરિકા 107 રનમાં ઓલઆઉટ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અમેરિકાની ટીમ ભારતીય પેસ એટેક સામે ટકી શકી નહોતી. હેનિલ પટેલે માત્ર 16 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. અમેરિકાના 7 બેટ્સમેનો તો ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા નહોતા અને ત્રણ ખેલાડીઓ શૂન્ય રને આઉટ થયા હતા. અમેરિકા તરફથી નીતિશ સુદિનીએ સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. સમગ્ર ટીમ 35.2 ઓવરમાં માત્ર 107 રને સમેટાઈ ગઈ હતી.
વરસાદનું વિઘ્ન અને નવો ટાર્ગેટ
જ્યારે ભારતીય ટીમ 108 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરી ત્યારે વરસાદ અને ખરાબ રોશનીને કારણે રમત રોકવી પડી હતી. લાંબા સમય બાદ મેચ ફરી શરૂ થઈ ત્યારે ડકવર્થ-લુઈસ (DLS) નિયમ મુજબ ભારતને 37 ઓવરમાં 96 રનનો નવો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.
શરૂઆતી આંચકા બાદ મિડલ ઓર્ડરનો સંયમ
ભારતની શરૂઆત ઘણી નબળી રહી હતી. સ્ટાર ઓપનર વૈભવ સૂર્યવંશી માત્ર 2 રને આઉટ થયો હતો. ત્યારબાદ વેદાંત ત્રિવેદી (2) અને કેપ્ટન આયુષ મ્હાત્રે (19) પણ જલ્દી પેવેલિયન ભેગા થતા ભારતનો સ્કોર એક સમયે 25 રને 3 વિકેટ થઈ ગયો હતો. જોકે, મધ્યક્રમના બેટ્સમેનોએ જવાબદારીપૂર્વક બેટિંગ કરીને વધુ વિકેટ પડવા દીધી નહોતી અને ભારતને સરળતાથી જીત અપાવી હતી.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: આયુષ મ્હાત્રે (કેપ્ટન), વિહાન મલ્હોત્રા, વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (WK), હરવંશ સિંહ પંગાલિયા, આરએસ અમ્બ્રિશ, કનિષ્ક ચૌહાણ, ખિલન પટેલ, હેનિલ પટેલ, ડી. દીપેશ.
અમેરિકા: ઉત્કર્ષ શ્રીવાસ્તવ (કેપ્ટન), અદનિત ઝામ્બ, નીતિશ સુદિની, અર્જુન મહેશ, અમરિંદર ગિલ, સબરીશ પ્રસાદ, આદિત કાપ્પા, સાહિલ ગર્ગ, અમોઘ રેડ્ડી, રિત્વિક અપ્પિડી, રિષભ શિમ્પી.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
