IND vs SA : સંજુ સેમસન-તિલક વર્માની ધમાકેદાર સદી, ભારતનો સ્કોર 280 પાર
IND vs SA : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલા ત્રીજા T20 મુકાબલામાં ભારતે પહેલી ઈનિંગમાં પહાડ જેવડો સ્કોર બનાવ્યો છે.
ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારત માટે સંજુ સેમસન-તિલક વર્માએ ધમાલ મચાવી દીધી. આ બન્નેએ ધમાકેદાર સદી સાથે સ્કોરને 283 રને પહોંચાડ્યો છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ભારતીય ટીમ તરફથી ઓપનર સંજુ સેમસન અને અભિષેક શર્માએ ધમાકેદાર બેટિંગ કરી. બંનેએ મળીને 73 રનની ભાગીદારી કરી. અભિષેક શર્મા ઝડપી બેટિંગ કરી રહ્યો હતો પરંતુ તે 18 બોલમાં 36 રન બનાવીને આઉટ થઈ ગયો.
આ પછી તિલક વર્માએ બેટથી આતંક મચાવ્યો. બીજી તરફ સંજુ સેમસન પહેલાથી જ શાનદાર બેટિંગ કરી રહ્યો હતો અને તેણે 28 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. તિલક વર્માએ તોફાન સર્જ્યું અને 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.
ભારતીય ટીમનો સ્કોર 10 ઓવરમાં 129 રન હતો અને તે 16 ઓવરમાં વધીને 230 રન થઈ ગયો. સંજુ સેમસન અને તિલક વર્માએ મળીને સિક્સરનો વરસાદ કર્યો. આ દરમિયાન કોએત્ઝીના બોલ પર બે વખત તિલક વર્માનો કેચ ડ્રોપ થયા.
સેમસને આ શ્રેણીમાં તેની બીજી સદી અને કારકિર્દીની ત્રીજી સદી પૂરી ફટકારી. તેણે 51 બોલમાં સદી પુરી કરી. બીજી તરફ તિલક વર્માએ 41 બોલમાં સદી ફટકારી, આ તેની સતત બીજી સદી છે. ગત મેચમાં પણ તેણે સદી ફટકારી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
