IND vs PAK, World Cup 2023: આ ખેલાડી પર હશે સૌની નજર, જાણો કોણ તોડી શકે છે કયા રેકોર્ડ?
IND vs PAK, World Cup 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 14 ઓક્ટોબરના રોજ મોસ્ટ અવેઇટેડ મેચ IND vs PAKની યજમાની કરશે. વન ડે વિશ્વ કપના ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાન 8 મી વાર એક સાથે ટકરાશે. છેલ્લા 7 મેચમાં ભારતની જીત થઇ ગઇ છે. પાકિસ્તાન એક પણ મેચ જીતી શક્યું નથી. તેને દરેકવાર હારનો સામનો કરવો પડ્યો છે.
ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન પાંચ મુખ્ય ખેલાડીઓની નજર રહેશે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, મોહમ્મદ રિઝવાન અને અબ્દુલ્લા શફીકના નામ સામેલ છે.

વિરાટ કોહલી - વિરાટ કોહલી શું કરવા સક્ષમ છે, તે કોઈને કહેવાની જરૂર નથી. ટીમ ઈન્ડિયા જ્યારે પણ મુશ્કેલીમાં ફસાઈ છે, ત્યારે વિરાટ કોહલીએ તેને મુશ્કેલીમાંથી બહાર કાઢી છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે આવું કર્યું હતું. આ અગાઉ T20 વર્લ્ડ કપમાં કોહલીએ જ ભારતને પાકિસ્તાન સામે જીત અપાવી હતી.
રોહિત શર્મા - રોહિત શર્મા વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર અને ભારત માટે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર વ્યક્તિ બન્યો છે. આ બધું અફઘાનિસ્તાન સામેની માત્ર એક મેચમાં થયું હતું. જો રોહિતનું બેટ કામ કરશે, તો પાકિસ્તાનના બોલરો મુશ્કેલીમાં મુકાઈ જશે.
મોહમ્મદ રિઝવાન - ખરા અર્થમાં ફાઇટર, મોહમ્મદ રિઝવાને તેના માર્ગમાં આવેલી એક પણ તક જવા દીધી નથી. T20Iમાં ઓપનિંગ બેટ્સમેન, ODIમાં ચોથા નંબર પર બેટિંગ કરવા આવે છે. અત્યાર સુધીની બે મેચમાં એક અડધી સદી અને એક સદી સાથે તે આ સમયે પાકિસ્તાનનો સૌથી ઇનફોર્મ બેટ્સમેન છે.
કેએલ રાહુલ - કેએલ રાહુલનું પુનરાગમન શ્રેષ્ઠ સ્ટોરીમાંની એક છે. તેણે એશિયા કપના સુપર-4માં પાકિસ્તાન સામે સદી ફટકારીને પુનરાગમનની જાહેરાત કરી હતી. વર્લ્ડ કપમાં તેણે ઓસ્ટ્રેલિયા સામે અણનમ 97 રન બનાવ્યા અને સંઘર્ષ કરી રહેલી ટીમ ઈન્ડિયાને જીત તરફ દોરી ગયો હતો.
અબ્દુલ્લા શફીક - અબ્દુલ્લા શફીકે વર્લ્ડ કપમાં ડેબ્યુ કરતા પહેલા પાંચમા નંબર પર માત્ર ચાર વનડે રમી હતી, તેણે પોતાની ક્લાસ બતાવી હતી. શ્રીલંકા સામે સદી ફટકારી અને વર્લ્ડ કપ ડેબ્યૂ પર સદી ફટકારનાર પ્રથમ પાકિસ્તાની ખેલાડી બન્યો હતો. તે ભારત સામેની મેચમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
