IND vs PAK, T20 World Cup: ભારત-પાકિસ્તાનનો ટી20 વર્લ્ડ કપમાં હેડ ટૂ હેડ રેકોર્ડ, વાંચો અને ગર્વ કરો
IND vs PAK, T20 World Cup: ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે ICC T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ A મેચમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને છે, ત્યારે આખી દુનિયાની નજર આ મેચ પર હશે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં બંને ટીમો આઠમી વખત આમને-સામને થશે.
2007 માં યોજાયેલા T20 વર્લ્ડ કપમાં, ભારત અને પાકિસ્તાન પ્રથમ વખત ગ્રુપ સ્ટેજમાં સામસામે હતા અને ભારતે તે મેચ બોલ-આઉટ કરીને જીતી હતી. જે બાદ બંને દેશો વચ્ચે છ વખત અથડામણ થઈ છે. આ સમયગાળા દરમિયાન ટીમ ઈન્ડિયાએ માત્ર એક જ વાર હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે પાંચ વખત જીત મેળવી છે.
પાકિસ્તાન સામે ભારતનો આંકડો ઘણો મોટો છે, અને જ્યારે ટીમો રવિવારે મળે છે, ત્યારે ટીમ ઈન્ડિયાના ચાહકો ઈચ્છે છે કે, રોહિત શર્મા અને કંપની માત્ર જીત જ નોંધાવે નહીં, પરંતુ સુપર-8 માં તેમનો રસ્તો સરળ બનાવે.

ભારત-પાકિસ્તાન વચ્ચે ક્યારે ટક્કર થઈ? - ભારત અને પાકિસ્તાન પ્રથમ વખત 2007માં ગ્રુપ સ્ટેજમાં સામસામે આવ્યા હતા અને તે મેચમાં ભારતે પાકિસ્તાનને બોલ-આઉટમાં હરાવ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 141 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાન પણ 141 રન બનાવવામાં સફળ રહ્યું હતું.
આ પછી 2007ના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન સામસામે હતા. ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 રને હરાવ્યું એટલું જ નહીં, પણ ટી20 વર્લ્ડ કપનો ખિતાબ પણ જીત્યો હતો. ફાઇનલમાં ભારતે 157 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાન માત્ર 152 રન જ બનાવી શક્યું હતું.
વર્ષ 2012માં બંને દેશ ફરી એકવાર સામસામે આવી ગયા હતા. આ દરમિયાન ભારતે પ્રથમ બેટિંગ કરી રહેલા પાકિસ્તાનને 128 રન સુધી રોકી દીધું હતું. જવાબમાં કોહલીની અણનમ 78 રનની ઇનિંગને કારણે ભારતે 17 ઓવરમાં 8 વિકેટે મેચ જીતી લીધી હતી.
આ પછી 2014માં ભારત અને પાકિસ્તાન સામસામે હતા. ઢાકામાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 7 વિકેટના નુકસાને 130 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 9 બોલ બાકી રહેતા 7 વિકેટે મેચ જીતી લીધી હતી.
આ પછી વર્ષ 2016માં ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન સામસામે હતા. કોલકાતામાં રમાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. વરસાદના કારણે આ મેચ 18-18 ઓવરની રમાઈ હતી અને પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટના નુકસાન પર 118 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 13 બોલ બાકી રહેતા 6 વિકેટે મેચ જીતી લીધી હતી.
જોકે, આ પછી ભારતને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. દુબઈમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. ICCની કોઈ ટૂર્નામેન્ટમાં આ પહેલો પ્રસંગ હતો, જ્યારે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હોય.
દુબઈમાં પાકિસ્તાન સામે મળેલી હારનો બદલો લેવામાં ભારતને વધુ સમય લાગ્યો ન હતો, અને જ્યારે 2022માં મેલબોર્નમાં બંને દેશ સામસામે હતા, ત્યારે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને ચાર વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 159 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે છ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.
જો આપણે T20 ઈન્ટરનેશનલની વાત કરીએ તો બંને દેશો 12 વખત સામસામે આવી ચૂક્યા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 8 વખત જ્યારે પાકિસ્તાન ત્રણ વખત જીત્યું છે. એકવાર મેચ ટાઈમાં સમાપ્ત થઈ.
કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા છે
વિરાટ કોહલી એવો ભારતીય બેટ્સમેન છે જેણે T20 ઈન્ટરનેશનલમાં પાકિસ્તાન સામે સૌથી વધુ રન બનાવ્યા છે. કોહલીએ 10 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 488 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન કોહલીની એવરેજ 81.33 રહી છે જ્યારે તેનો સ્ટ્રાઇક રેટ 123.85 રહ્યો છે.
આ યાદીમાં બીજા સ્થાન પર યુવરાજ સિંહ છે, જેણે 8 મેચમાં 155 રન બનાવ્યા છે. જ્યારે મોહમ્મદ રિઝવાન ભારત સામે ટી-20 ઈન્ટરનેશનલમાં પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. રિઝવાને ભારત વિરુદ્ધ 4 મેચમાં 65.66ની એવરેજ અને 123.12ની સ્ટ્રાઈક રેટથી 197 રન બનાવ્યા છે.
કોણે લીધી સૌથી વધુ વિકેટ?
જો બોલરોની વાત કરીએ તો પાકિસ્તાન સામે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ભારતીય ભુવનેશ્વર કુમાર છે, જેણે 7 મેચમાં 11 વિકેટ લીધી છે. જ્યારે આ યાદીમાં બીજા નંબર પર હાર્દિક પંડ્યા છે જેણે 6 મેચમાં 11 વિકેટ લીધી છે.
જ્યારે ઉમર ગુલ એ પાકિસ્તાની બોલર છે જેણે ભારત સામે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લીધી છે. ઉમર ગુલે 6 મેચમાં 11 વિકેટ લીધી છે જ્યારે બીજા નંબર પર મોહમ્મદ નવાઝ છે જેણે 3 મેચમાં 6 વિકેટ લીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
