IND vs ENG : હાથ પર કાળી પટ્ટી લગાવીને કેમ રમી રહ્યા છે ભારતીય ખેલાડીઓ?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રાજકોટ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ખેેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા છે.
BCCIએ શનિવારે જાહેરાત કરી છે કે ટીમ ઈન્ડિયા પૂર્વ કેપ્ટન અને ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડના માનમાં કાળી પટ્ટી સાથે ખેલાડીઓ રમશે. તેમનું હાલમાં જ નિધન થયું છે.

ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની શ્રેણીની ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે કાળી પટ્ટી પહેરી હતી. ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર તરીકેનું ગૌરવ ધરાવતા દત્તાજીરાવ ગાયકવાડનું 95 વર્ષની વયે અવસાન થયું છે. દત્તાજીરાવે 1959માં ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ભારતનું નોંધપાત્ર નેતૃત્વ કર્યું અને 11 ટેસ્ટ રમી હતી.
આ સિવાય તેમના નેતૃત્વમાં બરોડાએ 1957-58 સીઝન દરમિયાન ફાઇનલમાં સર્વિસીસને હરાવીને રણજી ટ્રોફી જીતી હતી. બીસીસીઆઈએ ટ્વીટ કરીને જણાવ્યુ કે, ટીમ ઈન્ડિયા ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડની યાદમાં કાળી પટ્ટી પહેરશે, જેમનું તાજેતરમાં નિધન થયું છે.
ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતનું કામ થોડું મુશ્કેલ બની ગયું છે, ટીમના મુખ્ય ઓફ સ્પિનર આર અશ્વિન ત્રીજા ટેસ્ટના બીજા દિવસે ફેમિલી ઈમરજન્સીના કારણે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. જો કે ત્રીજા દિવસે સવારે જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું છે.
રાજકોટમાં પ્રથમ સેશનમાં રૂટ (18) અને જોની બેરસ્ટો (0) આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. રુટે જસપ્રિત બુમરાહ સામે જોખમી રિવર્સ-રેમ્પ શોટનો પ્રયાસ કર્યો, જેને યશસ્વી જયસ્વાલે બીજી સ્લિપમાં ઝડપથી કેચ કરી લીધો.
જોની બેયરસ્ટોનો આગળની જ ઓવરમાં લેન્થ બોલ રમવાનો નિર્ણય મોંઘો સાબિત થયો અને તે ટર્ન દ્વારા સંપૂર્ણપણે છેતરાઈ ગયો, જે આ પીચ પર ભાગ્યે જ જોવા મળે છે. બોલ અંદરના કિનારે અથડાયો અને બેયરસ્ટો LBW આઉટ થયો. લંચ બ્રેક સુધી ઈંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટે 290 રન છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
