IND vs ENG : ઇંગ્લેન્ડ સામે શુભમન ગિલની ધમાલ, ચોથી સદી સાથે મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો
IND vs ENG : ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી માન્ચેસ્ટર ટેસ્ટ મેચના પાંચમા દિવસે ભારતીય ટીમને શરૂઆતમાં એક મોટો ઝટકો લાગ્યો. સદી નજીક પહોંચીને કેએલ રાહુલ 90 રન બનાવી આઉટ થયો.
આનાથી શુભમન ગિલ પર દબાણ વધ્યું. જો કે, પાંચમા ક્રમે વોશિંગ્ટન સુંદરને મોકલવાનો ટીમના મેનેજમેન્ટનો નિર્ણય રસપ્રદ રહ્યો. સુંદરે ક્રીઝ પર ટકી રહીને વધુમાં વધુ બોલ રમવાનો પ્રયાસ કર્યો. બીજી તરફ શુભમન ગિલ પણ ધીમી ગતિએ બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ નવો બોલ આવતા જ તેમણે ઝડપ પકડી અને સદી ફટકારી દીધી.

આ સદી સાથે શુભમન ગિલ એક ટેસ્ટ શ્રેણીમાં કપ્તાન તરીકે સૌથી વધુ સદી ફટકારનારા ત્રીજો ખેલાડી બની ગયો છે. આ પહેલા સર ડોન બ્રેડમેન અને સુનીલ ગાવસ્કર જ આ કીર્તિમાન સ્થાપિત કરી શક્યા હતા. ગિલની આ સિદ્ધિ તેમને વિશ્વના મહાન કપ્તાનોની હરોળમાં મૂકે છે.
એક ટેસ્ટ શ્રેણીમાં કપ્તાન તરીકે સૌથી વધુ સદી
- 4 - સર ડોન બ્રેડમેન vs ભારત, 1947/48 (ઘરેલું શ્રેણી)
- 4 - સુનીલ ગાવસ્કર vs વેસ્ટ ઇન્ડીઝ, 1978/79 (ઘરેલું શ્રેણી)
- 4 - શુભમન ગિલ vs ઇંગ્લેન્ડ, 2025 (વિદેશી શ્રેણી)
શુભમન ગિલે માત્ર કપ્તાન તરીકે જ નહીં પરંતુ એક ભારતીય બેટ્સમેન તરીકે પણ ઘણા રેકોર્ડ્સ તોડ્યા છે. તેણે એક જ ટેસ્ટ શ્રેણીમાં 700થી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે.
ભારત માટે એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ સદી
- 4 - સુનીલ ગાવસ્કર vs વેસ્ટ ઇન્ડીઝ, 1971 (વિદેશી શ્રેણી)
- 4 - સુનીલ ગાવસ્કર vs વેસ્ટ ઇન્ડીઝ, 1978/79 (ઘરેલું શ્રેણી)
- 4 - વિરાટ કોહલી vs ઓસ્ટ્રેલિયા, 2014/15 (વિદેશી શ્રેણી)
- 4 - શુભમન ગિલ vs ઇંગ્લેન્ડ, 2025 (વિદેશી શ્રેણી)
ભારત માટે એક ટેસ્ટ શ્રેણીમાં 700+ રન બનાવનારા બેટ્સમેન
- 774 - સુનીલ ગાવસ્કર vs વેસ્ટ ઇન્ડીઝ, 1971 (વિદેશી શ્રેણી)
- 732 - સુનીલ ગાવસ્કર vs વેસ્ટ ઇન્ડીઝ, 1978/79 (ઘરેલું શ્રેણી)
- 712 - યશસ્વી જયસ્વાલ vs ઇંગ્લેન્ડ, 2024 (ઘરેલું શ્રેણી)
- 701* - શુભમન ગિલ vs ઇંગ્લેન્ડ, 2025 (વિદેશી શ્રેણી)
શુભમન ગિલ એવો પ્રથમ ખેલાડી બની ગયો છે જેણે ટેસ્ટ કપ્તાન તરીકેની પોતાની ડેબ્યુ શ્રેણીમાં જ ચાર સદી ફટકારી હોય. આ પહેલા વોરવિક આર્મસ્ટ્રોંગ, ડોન બ્રેડમેન, ગ્રેગ ચેપલ, વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથે તેમની પ્રથમ ટેસ્ટ શ્રેણીમાં ત્રણ-ત્રણ સદી ફટકારી હતી. ગિલનો આ રેકોર્ડ તેમની પ્રતિભા અને કપ્તાની ક્ષમતા બંનેનો પુરાવો છે.
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
