IND vs ENG : ઇંગ્લેન્ડની ધરતી પર ભારતનો જલવો, હારેલી બાજી જીતીને કમાલ કરી
IND vs ENG : ઓવલ ખાતે રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં ભારતે અસાધારણ પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો છે.
પાંચમા દિવસે મેચ એકદમ રોમાંચક હતી. આ દિવસે ભારતને જીત માટે ફક્ત 4 વિકેટની જરૂર હતી, જ્યારે ઇંગ્લેન્ડને જીતવા માટે 53 રન કરવાના હતા. બન્ને ટીમો વચ્ચે લગભગ એક કલાક સુધી ભારે રસાકસી ચાલી.

મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણની ઘાતક બોલિંગ સામે ઇંગ્લેન્ડનો બેટ્સમેન એટકિન્સન ક્રિઝ પર ટકી રહ્યો હતો અને તેણે મેચને રોમાંચક બનાવી દીધી.
જ્યારે મેચમાં ફક્ત 7 રન અને ઇંગ્લેન્ડની એક વિકેટ બાકી હતી ત્યારે સિરાજે એટકિન્સનને 17 રનના અંગત સ્કોર પર આઉટ કરીને ભારતને 6 રનથી યાદગાર જીત અપાવી. ભારતના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ મેચ સૌથી રોમાંચક વિજય તરીકે યાદ રહેશે.
મેચના ચોથા દિવસે સિરાજે હેરી બ્રુકનો કેચ છોડ્યો હતો, જે બાદમાં તેનો સ્કોર સદીમાં ફેરવાઈ ગયો હતો. જો કે, પાંચમા દિવસે સિરાજે તે ભૂલ સુધારીને પોતાની ટીમ માટે 5 વિકેટ ઝડપી હતી અને ભારતને જીત અપાવી.
આ ઉપરાંત, પ્રસિદ્ધ કૃષ્ણએ પણ શાનદાર બોલિંગ પ્રદર્શન કરીને 4 વિકેટ લીધી. ઇંગ્લેન્ડની ટીમ 374 રનના લક્ષ્યનો પીછો કરતાં 367 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
આ શ્રેણીમાં ભારતીય ટીમે બનાવેલા કુલ રનમાં ડાબોડી બેટ્સમેનોનું પ્રભુત્વ સ્પષ્ટ જોવા મળ્યું. ડાબોડી બેટ્સમેનો યશસ્વી જયસ્વાલ, રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર અને ઋષભ પંતે કુલ 1830 રન બનાવ્યા, જ્યારે જમણેરી બેટ્સમેનોએ 1750 રન કર્યા.
આ શ્રેણીમાં યશસ્વી જયસ્વાલ 2000થી વધુ ટેસ્ટ રન કરનાર ખેલાડીઓમાં 50થી વધુની સરેરાશ ધરાવનાર ખેલાડી બની ગયા છે. આ ખાસ યાદીમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજ ખેલાડીઓના નામ પણ સામેલ છે.
શુભમન ગિલે આ શ્રેણીમાં બેટિંગમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. તે આ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો. તેણે 10 ઇનિંગ્સમાં કુલ 754 રન બનાવ્યા, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 269 રન હતો. કપ્તાની સાથે ગિલે બેટિંગમાં પણ ટીમને શ્રેષ્ઠ નેતૃત્વ પૂરું પાડ્યું. આ શ્રેણીમાં શુભમન ગિલ અને ઇંગ્લેન્ડના હેરી બ્રુકને સંયુક્ત રીતે પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
