IND vs ENG : બીજા T20 પહેલા ભારતને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત
India vs England 2nd T20I : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી T20 સિરીઝના પહેલા મુકાબલામાં ભારતે શાનદાર જીત મેળવી છે.
હવે બીજો મુકાબલો 25 જાન્યુઆરીએ રમાવા જઈ રહ્યો છે. જો કે આ મુકાબલા પહેલા જ ભારતને મોટો ઝટકો લાગ્યો છે અને સ્ટાર ખેલાડી પર બહાર થવાનો ખતરો મંડરાયો છે.

અહેવાલો અનુસાર, ભારતીય ટીમના વિસ્ફોટક ઓપનરને પ્રેક્ટિસ દરમિયાન મોટી ઈજા થઈ છે. જેના કારણે તેને બીજી T20 મેચમાંથી બહાર બેસવું પડી શકે છે.
ઓપનર અભિષેક શર્માએ ઇંગ્લેન્ડ સામેની પહેલી T20 મેચમાં તોફાની અડધી સદી ફટકારી હતી. અભિષેકે 5 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 79 રન બનાવ્યા હતા. જો કે હવે તેને બીજી T20માંથી બહાર બેસવું પડી શકે છે.
નેટ સેશનમાં કેચિંગ ડ્રિલ દરમિયાન અભિષેકના પગની ઘૂંટીમાં વાંક આવી ગયો. આ પછી મેદાન પર ટીમના ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા અભિષેકની તપાસ કરવામાં આવી અને પછી તેને પગની ઘૂંટીને આરામ આપવા માટે ડ્રેસિંગ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો.
આ દરમિયાન પેવેલિયન પરત ફરતી વખતે તે થોડો લંગડાતો પણ જોવા મળ્યો. તેણે નેટમાં બેટિંગ પણ નહોતી કરી. અભિષેકે ડ્રેસિંગ રૂમમાં ફિઝિયો સાથે અડધા કલાકથી વધુ સમય વિતાવ્યો. જો અભિષેકને શનિવારે અહીં રમાનારી મેચમાંથી બહાર બેસવું પડે છે તો ભારત વોશિંગ્ટન સુંદર અથવા ધ્રુવ જુરેલને પ્લેઇંગ ઇલેવનમાં સમાવી શકે છે.
ભારતીય ટીમ તરફથી અભિષેક શર્મા સાથે સંજુ સેમસન ઓપનિંગ કરવા ઉતરે છે. જો અભિષેક 25 જાન્યુઆરીની સાંજ સુધીમાં ફિટ નહીં થાય તો તિલક વર્માને સંજુ સેમસન સાથે ઇનિંગ ઓપન કરવાની તક મળી શકે છે. ભારત કોલકાતામાં પ્રથમ મેચ સાત વિકેટથી જીતીને ભારત પાંચ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
