IND vs ENG 4th T20 : ભારતે ઇંગ્લેન્ડને ચોથી T20માં 15 રનથી હરાવી સીરીઝ પર કબ્જો કર્યો

IND vs ENG 4th T20 : ભારતે પુણેમાં રમાયેલા ચોથા ટી20 મેચમાં ઇંગ્લેન્ડને 15 રનથી હરાવીને સિરીઝ પર કબ્જો કરી લીધો છે.

મુકાબલામાં ભારતે પહેલા બેટિંગ કરીને ઇંગ્લેન્ડને 183 રનોનો ટાર્ગેટ આપ્યો પરંતુ ઇંગ્લેન્ડ 166 રન પર ઓલ આઉટ થઈ ગઈ. આ જીત સાથે ભારતે 3-1 સાથે સિરીઝ પર કબ્જો કરી લીધો છે.

IND vs ENG 4th T20

ભારતની શરૂઆત સારી નહોતી રહી. ઓપનર સંજૂ સેમસન ફક્ત 1 રન પર આઉટ થઈ ગયો. ત્યારબાદ શિવમ દુબે અને હાર્દિક પંડ્યાની શાનદાર ઈનિંગ જોવા મળી. દુબેએ 34 બોલમાં 53 રન બનાવ્યા અને પંડ્યાએ 30 બોલમાં 53 રન બનાવ્યા.

બંનેની આ ઈનિંગ્સ ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ. અભિષેક શર્માએ 29 રન અને રિંકુ સિંહે 30 રનનું યોગદાન આપ્યુ. આ દરમિયાન સુર્યકુમાર યાદવ અને તિલક વર્મા ઝીરો પર આઉટ થયા.

બીજી ઈનિંગમાં ઇંગ્લેન્ડના ઓપનરો ફિલિપ સોલ્ટ અને બેને ડેકેટે સારી શરૂઆત કરી. બંનેએ અડધી સદીની ભાગીદારી કરી ટીમને સારી શરૂઆત અપાવી. સોલ્ટ 23 રન પર આઉટ થયો તો જ્યારે ડેકેટે 39 રનનું યોગદાન આપ્યુ.

આ પછી કેપ્ટન જોસ બટલર 2 રન બનાવીને આઉટ થઈ ગયો. હૅરી બ્રૂકે 26 બોલમાં 51 રન બનાવ્યા તો ઈંગ્લેન્ડના અન્ય બેટ્સમેન કાંઇ ખાસ ન કરી શક્યા.

ઇંગ્લેન્ડની ટીમ 19.4 ઓવરમાં 166 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ. 19મી ઓવર દરમિયાન જેમી ઓવર્ટન 19 રન પર આઉટ થયો અને છેલ્લે સાકીબ મહમૂદ 0 પર આઉટ થયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X