IND vs BAN Test : ભારતની શાનદાર જીત, બાંગ્લાદેશને 188 રનથી હરાવ્યું
IND vs BAN Test : ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની 2 ટેસ્ટ મેચની સીરિઝમાં શાનદાર શરૂ કરી છે. જેમાં ભારતે પ્રથમ ટેસ્ટ 188 રનથી જીતી લીધી છે.
IND vs BAN Test : ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની 2 ટેસ્ટ મેચની સીરિઝમાં શાનદાર શરૂ કરી છે. જેમાં ભારતે પ્રથમ ટેસ્ટ 188 રનથી જીતી લીધી છે. આ ટેસ્ટ મેચ જહુર અહમદ ચૌધરી સ્ટેડિયમ, ચટ્ટોગ્રામમાં રમાઇ હતી. પાંચમાં દિવસે યજમાન બાંગ્લાદેશની ટીમ 324 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતીય ક્રિકેટ સીરિઝમાં 1-0 આગળ છે.

બાંગ્લાદેશને 324 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
ભારતીય ક્રિકેટ ટીમ આ મેચમાં પ્રથમ બેટિંગ દરમિયાન 404 રન બનાવ્યા હતા, જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 150 રનમાં જ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. જે આ હારનું મુખ્ય કારણ બન્યું હતું. આ પછી ભારતે 2 વિકેટના નુકસાન પર 258 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો અને બાંગ્લાદેશને 324 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી લીધી હતી.

શાકિબ 84 રનના સ્કોર પર કુલદીપ યાદવના હાથે બોલ્ડ થયો
બાંગ્લાદેશે ચોથા દિવસના 6 વિકેટે 272 રનના સ્કોરથી ઇનિંગ્સને લંબાવવાના પ્રયાસમાં પાંચમા દિવસે માત્ર વિકેટ ગુમાવી હતી.
પહેલી વિકેટ મેહિદી હસન મિરાજના રૂપમાં પડી હતી, જેણે સિરાજના હાથે આઉટ થતા પહેલા 13 રન બનાવ્યા હતા.
જે બાદ શાકિબ અલ હસનએટેકિંગ બેટિંગ સાથે પેનિક મોડમાં આવી ગયો હતો અને પોતાની સદી તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો.
ઝડપી બેટ્સમેન શાકિબ84 રનના સ્કોર પર કુલદીપ યાદવના હાથે બોલ્ડ થયો હતો. કેપ્ટને 108 બોલનો સામનો કરતા છ છગ્ગા પણ ફટકાર્યા હતા.
આ પછી કુલદીપ યાદવે ઇબાદત હુસૈનને ખાતું પણ ખોલવા દીધું ન હતું અને શ્રેયસ અય્યરના હાથે કેચ આઉટ કરીને તરત જ પેવેલિયનનોમોકલી દીધો હતો.
ત્યાર બાદ અક્ષર પટેલે આગલી જ ઓવરમાં તૈજુલ ઈસ્માલની વિકેટ લઈને ભારતની જીત પર મહોર મારી હતી.

પ્લેયર ઓફ ધ મેચ - કુલદીપ યાદવ
બાંગ્લાદેશે સમગ્ર ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય સ્પિનરો સાથે સંઘર્ષ કર્યો હતો. કુલદીપ યાદવે પ્રથમ દાવમાં 40 રન આપીને પાંચ વિકેટલીધી હતી.
તેણે બીજી ઇનિંગમાં પણ 73 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી અને અક્ષર પટેલે આ ઇનિંગમાં 77 રનમાં ચાર વિકેટ ઝડપી હતી.
સિરાજ અને ઉમેશે પણ આ મેચમાં સારી બોલિંગ કરી હતી. ઉમેશ બીજી ઇનિંગમાં બે વધુ વિકેટ લેવાનો હકદાર હતો, પરંતુ નસીબ તેના પરબહુ મહેરબાન ન હતું.

મેચનો હીરો
ભારત તરફથી શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારાએ બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી. પૂજારાએ પણ પ્રથમ દાવમાં 90 રન બનાવ્યા હતા.
આ મેચમાં કુલદીપ યાદવે 8 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે પણ પાંચ વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજે પ્રથમ દાવમાં ખૂબ જ જોરદારબોલિંગ કરી હતી અને 20 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
બીજી ઇનિંગમાં ઉમેશે આનાથી પણ સારી બોલિંગ કરી હતી, પરંતુ વિકેટ લેવામાં અસફળ રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
