IND vs BAN : પહેલા T20 મુકાબલામાં ભારતની એકતરફી જીત, જાણો કોણ રહ્યું મેચનો હિરો?
IND vs BAN : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલા પહેલા T20 મુકાબલામાં ભારતે શાનદાર જીત મેળવી છે. એકતરફી મુકાબલામાં ભારતે 3 વિકેટ ગુમાવીને આશાન જીત મેળવી લીધી.
ટોસ હારીને પહેલા બેટિંગ માટે આવેલી બાંગ્લાદેશની ટીમ પુરા 20 ઓવર પણ ન ટકી અને 19.5 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશની બેટિંગ ફ્લોપ રહી અને મોટાભાગના બેટ્સમેન સસ્તામાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા. બાગ્લાદેશ માટે મેહદી હસન મિરાજે સૌથી વધુ 35 રનની સારી ઇનિંગ રમી. આ સિવાય કેપ્ટન શાંતોએ 25 બોલમાં 27 રન બનાવ્યા.
ભારતે શાનદાર બોલિંગ કરી. ભારત માટે અર્શદીપ સિંહ અને વરૂણ ચક્રવર્તીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી. આ સિવાય વોશિંગ્ટન સુંદર અને મયંક યાદવ સાથે સાથે હાર્દિક પંડ્યાએ પણ એક વિકેટ લીધી.
બીજી ઈનિંગમાં ભારતે શાનદાર બેટિંગ કરી. ભારત માટે સંજુ સેમશને 29, સુર્ય કુમાર યાદવે 29 અને હાર્દિક પંડ્યાે સૌથી વધુ 39 રન બનાવ્યા.












Click it and Unblock the Notifications
