Ind vs Ban, hardik pandya: ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, ચાલુ મેચમાં આ દિગ્ગજ ખેલાડી ઘાયલ

Ind vs Ban, hardik pandya: આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ICC ODI વર્લ્ડ કપની 17મી મેચ રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચે આ રોમાંચક મુકાબલો પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં થઈ રહ્યો છે.

આ દરમિયાન ફેન્સ અને ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મેચ દરમિયાન ઈજાના કારણે મેદાન છોડી ગયો છે.

 hardik pandya

હાલ રમાઇ રહેલી બાંગ્લાદેશ સામેની મેચની નવમી ઓવરમાં, હાર્દિકે ઓપનર લિટન દાસને બીજો બોલ ફેંક્યો અને ફોલો થ્રૂમાં તેના જમણા પગથી બોલને રોકવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેની પગની ઘૂંટી વળી ગઈ અને તે ત્યાં જ પડી ગયો હતો.

હાર્દિકને પીડામાં જોઈને ફિઝિયો તરત જ મેદાનમાં પહોંચી ગયો હતો. તેઓએ ગરમ પટ્ટી બાંધ્યો હતો. જે બાદ પણ હાર્દિક પંડ્યાએ હાર ન માની અને બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સંપૂર્ણ રીતે ફિટ ન હતો, જેના પછી તેણે કેપ્ટનની સલાહ પર મેદાન છોડવું પડ્યું હતું.

વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાની ઓવર પૂરી કરી - હાર્દિકના ઈજાગ્રસ્ત થયા બાદ, જ્યારે તે બોલિંગ કરવા જઈ રહ્યો હતો, ત્યારે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી છેલ્લી ક્ષણે દરમિયાનગીરી કરતા જોવા મળ્યા અને બંનેએ તેને મેદાન છોડવા કહ્યું હતું.

આ પછી કોહલીએ ઓવરના છેલ્લા ત્રણ બોલ ફેંક્યા, જેને જોઈને પૂણેનો પ્રેક્ષકો ઘણા ખુશ થઈ ગયા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હજુ સુધી ઈજાની ગંભીરતા અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X