Asia Cup 2023, Weather Report: કોલંબોમાં વરસાદ બની શકશે વિલન, જાણો IND vs BANની મેચ રમાશે કે નહીં?
IND vs BAN, Asia Cup 2023, Weather Report: આજે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ ભારત અને બાંગ્લાગેશ વચ્ચે એશિયા કપના સુપર 4 રાઉન્ડની અંતિમ મેચ રમાશે. આ મેચ કોલંબોના આર પ્રેમદારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
આ બંને ટીમો આ વર્ષના એશિયા કપમાં પ્રથમ વખત આમને-સામને થશે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી મેચમાં શ્રીલંકાને 41 રને હરાવીને એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

પાકિસ્તાન બાદ શ્રીલંકાને હરાવ્યા બાદ ભારતીય ટીમનું મનોબળ ઉંચુ છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશને હરાવીને ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર પોતાનું સ્થાન મજબૂત કરવા ઈચ્છશે.
છેલ્લા ઘણા દિવસોથી કોલંબોમાં હવામાન બદલાઈ રહ્યું છે. ભારત-પાકિસ્તાન સુપર-4 મેચ વરસાદના કારણે રિઝર્વ ડે પર રમાઈ હતી. આવા સમયે ભારત-બાંગ્લાદેશ મેચ પર વરસાદનો ખતરો છે. આવી સ્થિતિમાં આ અહેવાલમાં જાણીશું કે કોલંબોમાં હવામાન કેવું રહેશે?
અત્રે નોંધનીય છે કે, કોલંબોમાં દરરોજ વરસાદ પડી રહ્યો છે. સવારે ઠંડો પવન ફૂંકાયા બાદ મેચ શરૂ થતા પહેલા વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન પણ વરસાદ મેચની મજા બગાડી શકે છે.
ઉલ્લેખનીય બાબત છે કે, કોલંબોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં વરસાદની સંભાવના 60 ટકા હોવાનું કહેવાય છે. તાપમાન 25 થી 31 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ-11 - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ












Click it and Unblock the Notifications
