IND vs AUS Test Series : ઇતિહાસ રચવા મેદાનમાં ઉતરશે ભારત, આવું કરનારો એકમાત્ર દેશ બનશે
IND vs AUS Test Series : ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ સિરિઝ જીતીને ઈતિહાસ રચી શકે છે. ભારત આવું કરનારો વિશ્વનો પ્રથમ દેશ બનશે. જ્યારે વિશ્વની આ બે શક્તિશાળી ટીમો એકબીજા સાથે ટકરાશે.
IND vs AUS Test Series : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે નાગપુરમાં ચાર મેચની બોર્ડર ગાવસ્ક ટેસ્ટ સિરિઝ શરૂ થઇ રહી છે. આઇસીસીની વર્તમાન ટેસ્ટ રેન્કિગમાં ઓસ્ટ્રેલિયા વિશ્વની નંબર વન ટીમ છે, જ્યારે ભારત નંબર બે પર છે. આવા સમયે આ ટેસ્ટ સિરિઝ જીતીને ઇતિહાસ રચી શકે છે.

ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ઈતિહાસ રચશે
જો ભારત ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરિઝ જીતશે, તો ભારત આવું કરનારો વિશ્વનો પ્રથમ દેશ બનશે. વાસ્તવમાં જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની આ ચાર મેચની ટેસ્ટ સિરીઝ જીતે છે, તો તે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે.
જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને બોર્ડર ગાવસ્કર સિરિઝમાં હરાવી દેશે, તો તે ઘરઆંગણે સતત 16 મી ટેસ્ટ સિરિઝ જીતીને ઈતિહાસ રચશે. હાલમાં ભારતે ઘરઆંગણે સતત 15 ટેસ્ટ સિરિઝ જીતી છે, જે એક વિશ્વ રેકોર્ડ છે.

ભારત આવું કરનારો વિશ્વનો પ્રથમ દેશ બનશે
જો ભારતીય ટીમ બોર્ડર ગાવસ્કર સિરિઝમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ઘરઆંગણે સતત 16મી ટેસ્ટ સિરિઝ જીતે છે, તો તે તેનો વિશ્વ રેકોર્ડ વધુમજબૂત કરશે. ઘરઆંગણે સતત સૌથી વધુ ટેસ્ટ સિરિઝ જીતવાના મામલે ભારતીય ટીમની આસપાસ પણ કોઈ ટીમ નથી.
નવેમ્બર 2012માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરિઝ હાર્યા બાદ ભારતીય ટીમે ઘરઆંગણે એક પણ ટેસ્ટ સિરિઝ હારી નથી. ઘરઆંગણે સૌથી વધુટેસ્ટ સિરીઝ જીતવાના મામલે ટીમ ઈન્ડિયા બાદ ઓસ્ટ્રેલિયાનો નંબર આવે છે. ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે બે વખત સતત 10 ટેસ્ટ સિરિઝજીતનારી પ્રથમ ટીમ છે.

ટીમ ઈન્ડિયાના નામે ભારતીય ધરતી પર સતત 15 ટેસ્ટ સિરિઝ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ છે
1. ઓસ્ટ્રેલિયા વિ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરિઝ 4-0 (4) (2013) થી જીતી
2. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરિઝ 2-0 (2) (2013)થી જીતી
3. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરિઝ 3-0થી જીતી (4) (2015)
4. ન્યુઝીલેન્ડ વિ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરિઝ 3-0 (3) (2016)થી જીતી
5. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરિઝ 4-0 (5) (2016)થી જીતી
6. બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરિઝ 1-0 (1) (2017)થી જીતી
7. ઓસ્ટ્રેલિયા વિ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરિઝ 2-1 (4) (2017)થી જીતી
8. શ્રીલંકા વિ. ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરિઝ 1-0 (3) (2017) થી જીતી
9. અફઘાનિસ્તાન વિ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરિઝ 1-0 (1) (2018)થી જીતી
10. વેસ્ટ ઈન્ડિઝ વિ. ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરિઝ 2-0 (2) (2018)થી જીતી
11. દક્ષિણ આફ્રિકા વિ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરિઝ 3-0 (3) (2019)થી જીતી
12. બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરિઝ 2-0 (2) (2019)થી જીતી
13. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરિઝ 3-1 (4) (2021)થી જીતી
14. ન્યુઝીલેન્ડ વિ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરિઝ 1-0 (2) (2021) થી જીતી
15. શ્રીલંકા વિ. ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરિઝ 2-0 (2) (2022)થી જીતી
16. ઓસ્ટ્રેલિયા વિ ભારત ટેસ્ટ સિરીઝ (2023) - ???
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
