IND vs AUS : શુભમન ગીલ ઓસ્ટ્રેલિયા સામે મેદાન પર ઉતરી શકે છે, જાણો શું કહ્યું કોચ રાહુલ દ્રવિડે?
ભારતીય ઓપનર શુભમન ગીલ વર્લ્ડ કપમાંથી બહાર થયો હોવાના અહેવાલ વચ્ચે કોચ રાહુલ દ્રવિડે સારા સમાચાર આપ્યા છે.
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પુષ્ટિ કરી છે કે ઓપનર શુભમન ગીલને હજુ વર્લ્ડ કપમાંથી બહાર નથી થયો. રાહુલ દ્રવિડે કહ્યું કે, શુભમન ગીલ સારૂ ફીલ કરી રહ્યો છે.

જણાવી દઈએ કે, શુભમન ગીલને ડેન્ગ્યુ થયો છે અને તે સારવાર લઈ રહ્યો છે. આ જ કારણે તે ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં ટ્રેનિંગ સેશન ચૂક્યો હતો.
ઑસ્ટ્રેલિયા સામે શુભમન ગીલની ઉપલબ્ધતાને લઈને ઘણા સવાલ છે ત્યારે કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું છે કે, હજુ 36 કલાક બાકી છે અને મેડિકલ ટીમ તેની દેખરેખ રાખી રહી છે.
રાહુલ દ્રવિડે કહ્યું કે, શુબમન ગીલ સારું ફિલ કરી રહ્યો છે. અમારી પાસે 36 કલાક છે, મેડિકલ ટીમ તેની દેખરેખ રાખી રહી છે, તે હજુ પણ વર્લ્ડ કપથી બહાર નથી.
આ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જણાવ્યું હતું કે, મેડિકલ ટીમ સ્ટાર ઓપનર પર નજીકથી નજર રાખી રહી છે. તે ઓબ્ઝર્વેશન હેઠળ છે, તબીબી ટીમ તેની નજીકથી દેખરેખ રાખી રહી છે. અમે આશા રાખીએ છીએ કે તે જલ્દીથી સ્વસ્થ થઈ જશે.
જણાવી દઈએ કે, શુભમન ગીલ આ વર્ષે શાનદાર ફોર્મમાં છે અને વન ડે રેન્કિંગમાં બીજા નંબર પર છે. ગીલે આ વર્ષે 20 મેચમાં 1230 રન બનાવ્યા છે અને બેવડી સદી પણ ફટકારી છે.
ગીલે વર્લ્ડ કપ પહેલા ત્રણ મેચની શ્રેણીની બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી. શુભમન ગીલ ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો નહીં રમે તો તેની જગ્યાએ ઇશાન કિશન મેદાન પર ઉતરી શકે છે. ઇશાન કિશન પણ હાલ સારા ફોર્મમાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
