IND vs AUS ODI Series : ભારત-ઓસ્ટ્રેલિયા સિરિઝ માટે ટીમની જાહેરાત, 18 ખેલાડીઓને મળ્યું સ્થાન
IND vs AUS ODI Series : એશિયા કપ 2023 હવે તેના અંતને આરે છે. આજે ફાઇનલમાં ભારત અને શ્રીલંકાની ટીમો આમને-સામને છે. જે ટીમ જીતશે તે ચેમ્પિયન કહેવાશે. આ પછી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે મેચોની સિરિઝ રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા સિરિઝને ODI વર્લ્ડ કપ 2023 માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે.

ઓસ્ટ્રેલિયાની તે સિરિઝ પણ હવે સમાપ્ત થઈ રહી છે. આ પછી ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે આવશે. જ્યાં ત્રણ વનડે મેચ રમાશે. આ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરવામાં આવી છે.
અત્રે નોંધનીય બાબાત છે કે, ઓસ્ટ્રેલિયાના તે તમામ ખેલાડીઓ આ સિરિઝમાંથી પરત ફરી રહ્યા છે, જેઓ તાજેતરમાં ઈજાના કારણે બહાર થઈ ગયા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 સપ્ટેમ્બરથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરિઝની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરના રોજ મોહાલીમાં રમાશે. આમાં વધુ સમય બાકી નથી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા દ્વારા જાહેર કરવામાં આવેલી ટીમની કપ્તાની પણ પેટ કમિન્સને સોંપવામાં આવી છે. આ અગાઉ જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ સાઉથ આફ્રિકા સામે સિરીઝ રમી રહી હતી, ત્યારે પેટ કમિન્સ ત્યાં ન હતો અને મિચેલ માર્શ કેપ્ટનશિપની જવાબદારી સંભાળી રહ્યો હતો.
મિશેલ માર્શ ટીમમાં છે, પરંતુ તે હવે કમાન સંભાળશે નહીં. આટલું જ નહીં મિચેલ સ્ટાર્ક, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ પણ ટીમમાં પરત ફર્યા છે. આ તમામ ખેલાડીઓ પરત ફરી રહ્યા છે. આનાથી ટીમ વધુ મજબૂત દેખાય છે.
સમગ્ર ઓસ્ટ્રેલિયન ટીમની વાત કરીએ, તો પેટ કમિન્સ ટીમની કેપ્ટનશીપ કરતા જોવા મળશે. ટ્રેવિસ હેડને ઓસ્ટ્રેલિયાની ભારત સામેની ODI સિરિઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે, તેની ગેરહાજરીમાં મેટ શોર્ટને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટ્રેવિસ હેડને શુક્રવારના રોજ સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામેની ODI દરમિયાન કાંડામાં ફ્રેક્ચર થયું હતું.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે, હેડ ઓસ્ટ્રેલિયા પરત ફર્યા બાદ ડૉક્ટર્સ સાથે વાત કરશે, ત્યાર બાદ જ તેને તેની ઈજા વિશે સંપૂર્ણ માહિતી મળશે. આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર મેટ શોર્ટને ODIમાં સામેલ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયાની ટીમમાં તનવીર સંઘા, સ્પેન્સર જોન્સન અને નાથન એલિસને જોડે છે. પેટ કમિન્સ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલ ઈજામાંથી સાજા થયા બાદ ટીમમાં પરત ફર્યા છે, જ્યારે સ્પિનરએશ્ટન અગર પોતાના પ્રથમ બાળકના જન્મને કારણે સિરિઝમાં ભાગ લેશે નહીં. દક્ષિણ આફ્રિકા સામે રમી રહેલા એરોન હાર્ડી, માઈકલ નેસર અને ટિમ ડેવિડ આ વખતે ટીમ સાથે નથી.
આ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમ ભલે આગળ આવી હોય, પરંતુ હજુ સુધી ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી નથી. માનવામાં આવે છે કે, આજે એશિયા કપની ફાઈનલ પૂરી થયા બાદ બીસીસીઆઈ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવશે. ટીમ લગભગ એવી જ હશે, જે વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવી છે.
એ વાત સાચી છે કે, અક્ષર પટેલને લઈને ચોક્કસ સસ્પેન્સ છે, જે છેલ્લી મેચમાં આઉટ થયા બાદ એશિયા કપની ફાઈનલ રમી શક્યો નથી.
જે રીતે ઓસ્ટ્રેલિયાની ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે, તેવી જ રીતે ટીમ ઈન્ડિયા પણ નિશ્ચિતપણે સૌથી મજબૂત ટીમ સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરશે.
ભારત-ઓસ્ટ્રેલિયા સિરિઝનું ટાઇમટેબલ
- પ્રથમ ODI - 22 સપ્ટેમ્બર, મોહાલી
- બીજી ODI - 24 સપ્ટેમ્બર, ઈન્દોર
- ત્રીજી ODI - 27 સપ્ટેમ્બર, રાજકોટ
ટીમ ઈન્ડિયા સામેની ODI સિરિઝ માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ - પેટ કમિન્સ (કેપ્ટન), શોન એબોટ, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લીસ, સ્પેન્સર જોનસન, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા
BREAKING: Travis Head has been ruled out of Australia's upcoming ODI series against India 😬
— Fox Cricket (@FoxCricket) September 17, 2023
MORE 👉 https://t.co/kQDj1KnS12#INDvAUS pic.twitter.com/RvP9u9NeG8
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
