IND vs AUS: આ ઘાતક બોલરની ત્રીજી વનડેમાં થશે એન્ટ્રી, ઓસ્ટ્રેલિયાની ટીમમાં ડરનો માહોલ
IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાઇ રહી છે. જેની ત્રીજી અને અંતિમ મેચ 27 સપ્ટેમ્બરના રોજ રમાવામાં આવશે. વનડે વર્લ્ડ કપથી પહેલા ભારતે આ સિરીઝ 2-0 થી જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ વ્હાઇટ વોશથી બચવા માટે આ મેચ રમવા ઉતરશે.
આવી સ્થિતિમાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડીઓ આ મેચ માટે ભારતીય ટીમમાં વાપસી કરશે. ટીમ ઈન્ડિયામાં એક એવો બોલર છે, જેને બીજી વનડે મેચમાં આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ હવે આ ખેલાડી ત્રીજી વનડે મેચમાં રમતા જોવા મળશે.

આ સ્ટાર બોલર કરશે વાપસી - ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો. તેના સ્થાને મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે એક મેચ માટે આરામ લીધા બાદ તે ત્રીજી વનડેમાં વાપસી કરવા માટે તૈયાર છે.
સ્ટાર ઓપનર બેટ્સમેન શુભમન ગિલ અને શાર્દુલ ઠાકુરને આરામ આપવામાં આવશે. આ બંને ખેલાડીઓ છેલ્લા કેટલાક સમયથી સતત ક્રિકેટ રમી રહ્યા છે. ટીમની રોટેશન પોલિસી મુજબ બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો, અને હવે તે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવ સાથે ટીમમાં પરત ફરશે.
અક્ષર પટેલને વધુ સમય મળશે - રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ ટીમ મેનેજમેન્ટ હજૂ પણ આશાવાદી છે કે, અક્ષર યોગ્ય સમયે ફિટ થઈ જશે. બીસીસીઆઈના સૂત્રોએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું કે, ટીમ મેનેજમેન્ટ અક્ષરને ઈજામાંથી બહાર આવવાની સંપૂર્ણ તક આપવા માંગે છે.
બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, અક્ષર પટેલની આંગળીની ઈજા ઠીક થઈ ગઈ છે અને તે આગામી થોડા દિવસોમાં વર્લ્ડ કપ માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ શકે છે. વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરના રોજ રમાશે, અને તેથી હજુ પણ તેની પાસે સમય છે. જ્યાં સુધી અશ્વિનનો સંબંધ છે, અમે જાણીએ છીએ કે તે મેચ ફિટ અને સારા ફોર્મમાં છે. જો અક્ષર સમયસર ફિટ ન થઈ શકે તો અશ્વિનને તેનું સ્થાન મળશે.
ટીમ ઈન્ડિયાની નજર ત્રીજી વનડે જીતીને ક્લીન સ્વીપ કરવા પર હશે. આ મેચમાં વર્લ્ડ કપમાં રમી ચૂકેલી ટીમ ઈન્ડિયાની માત્ર પ્લેઈંગ ઈલેવન જ જોવા મળશે.
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે વનડે મેચમાં ભારતના બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે બીજી વનડેમાં સદી ફટકારી છે. જ્યારે મોહમ્મદ સિરાઝે પ્રથમ વનડે મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
