IND vs AUS: ભારતે ટોસ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય, ઓસ્ટ્રેલિયાને બેટીંગ માટે આપ્યુ આમંત્રણ
મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેએલ રાહુલે ટોસ દરમિયાન જણાવ્યું કે ટીમમાં સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, રૂતુરાજ ગાયકવાડ અને મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત ઓસ્ટ્રેલિયાને ન્યૂનતમ સ્કોર સુધી રોકવાનો પ્રયાસ કરશે.
કેએલ રાહુલ ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં કેએલ રાહુલના બેટમાંથી રનની અપેક્ષા રાખવામાં આવશે. કેએલ રાહુલ પણ પોતાને એક કેપ્ટન તરીકે સાબિત કરવા માંગશે. આ પહેલા પણ કેએલ રાહુલને ભારત માટે ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી. પરંતુ કેએલ રાહુલને ઓસ્ટ્રેલિયા સામે ઘણા મોટા પડકારોનો સામનો કરવો પડશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 146 ODI મેચ રમાઈ છે. બંને દેશો વચ્ચે રમાયેલી ODI મેચોમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ભારત સામે 82 મેચ જીતીને સફળતા હાંસલ કરી છે. બીજી તરફ ભારતીય ટીમે 54 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાએ મોહાલીના મેદાન પર રમાયેલી પાંચમાંથી ચાર મેચ જીતી છે.
ચાહકો સરળતાથી આ મેચ લાઈવ જોઈ શકે છે. તમે સ્પોર્ટ્સ 18 દ્વારા ટીવી પર આ ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીનું ટેલિકાસ્ટ જોઈ શકો છો. ચાહકો મોબાઇલ અથવા એન્ડ્રોઇડ ટીવી પર Jio સિનેમા દ્વારા ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝ મફતમાં જોઈ શકે છે. સ્ટાર પાસે ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીના અધિકારો નથી. આવી સ્થિતિમાં, આ તમામ મેચ Jio સિનેમા પર જોઈ શકાય છે.
ઓસ્ટ્રેલિયા (પ્લેઇંગ ઇલેવન): ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લેબુશેન, કેમેરોન ગ્રીન, જોશ ઇંગ્લિસ (wc), માર્કસ સ્ટોઇનિસ, મેથ્યુ શોર્ટ, પેટ કમિન્સ (સી), સીન એબોટ, એડમ ઝમ્પા.
ભારત (પ્લેઈંગ ઈલેવન): શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (wc/કેપ્ટન), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
