IND vs AUS, India vs Australia 3rd ODI : ભારત પહેલીવાર કરશે ઓસ્ટ્રેલિયાને ક્લિન સ્વીપ, કેપ્ટન રચશે ઇતિહાસ
IND vs AUS, India vs Australia 3rd ODI : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની ત્રીજી મેચ બુધવારના રોજ રમવામાં આવશે. ભારતીય ક્રિકેટ ટીમમાં કેપ્ટન રોહિત શર્માની આ મેચ દ્વારા વાપસી કરશે.
ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા સાથે સાથે વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજો પણ આ મેચમાં ભારતીય ટીમમાં જોડાશે.

ભારતે જીતી લીધી સિરીઝ - સિરીઝની પ્રથમ બે મેચ જીત્યા બાદ ભારતીય ટીમનું મનોબળ ઉંચુ છે. ભારતીય ટીમ સિરીઝની ત્રીજી મેચ પણ જીતવા માંગશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા ત્રીજી મેચ જીતીને પોતાનું સન્માન બચાવવાનો પ્રયાસ કરશે. ભારતને ODI ઈતિહાસમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા સામે ક્લીન સ્વીપ કરવાની તક મળશે.
ક્યારેય ક્લીન સ્વીપ હાંસલ કરી શક્યું નથી - ભારત ક્યારેય ઓસ્ટ્રેલિયા સામે ODI ફોર્મેટમાં ક્લીન સ્વીપ જીત હાંસલ કરી શક્યું નથી. રોહિત શર્મા તેની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ 3-0 થી જીતવા માંગે છે. ભારતીય ટીમ માટે અત્યાર સુધીની સિરીઝ શાનદાર રહી છે.
ભારતે વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરના રોજ ચેન્નાઈના મેદાનમાં ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. આવી સ્થિતિમાં ભારત માટે ઓસ્ટ્રેલિયા સામે મેન્ટલ એજ મેળવવાની આ શાનદાર તક છે.
ભારતીય ખેલાડીઓ ફોર્મમાં - ભારતીય ટીમના મોટાભાગના ખેલાડીઓ હાલમાં ફોર્મમાં જોવા મળી રહ્યા છે. શ્રેયસ અય્યર, શુભમન ગિલ, કેએલ રાહુલ, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે પોતાનું ફોર્મ બતાવ્યું છે.
હવે ત્રીજી મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીના બેટમાંથી રનની અપેક્ષા રાખવામાં આવશે. આ બંને ખેલાડીઓ વર્લ્ડ કપની દ્રષ્ટિએ ભારતીય ટીમના મહત્વના બેટ્સમેન છે, તેથી આ બંને બેટ્સમેન વર્લ્ડ કપ પહેલા પોતાનું ફોર્મ પાછું મેળવવા ઈચ્છે છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?







Click it and Unblock the Notifications
