IND vs AFG : રોહિતના બેટથી ધમાલ, એક સાથે બનાવ્યા આટલા મોટા રેકોર્ડ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા ત્રીજા T20 મુકાબલામાં રોહિત શર્મા અને રિંકુ સિંહે ધણાલ મચાવી છે. 4 વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમને શાનદાર વાપસી કરાવતા રોહિત શર્માએ ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્મા અને રિંકુ સિંહે સારી બેટિંગ કરી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી હતી.

ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. જો કે આ ખોટો સાબિત થયો અને જયસ્વાલ 4 રન બનાવીને આઉટ થયો. જે બાદ કોહલી ગોલ્ડન ડક અને શિવમ દુબે 1 રન બનાવીને આઉટ થયો. સંજુ સેમસન પણ ગોલ્ડન ડક પર પેવેલિયન પરત ફર્યો.
આ પછી રોહિત શર્મા અને રિંકુ સિંહે બાજી સંભાળી અને અફઘાનિસ્તાનની ટીમ વિકેટ માટે તરસતી રહી. બન્ને સ્કોરને 50થી આગળ લઈ ગયા. 10 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર 61 રન હતો. અહીંથી રોહિતે ગિયર બદલ્યા અને ધમાલ મચાવી દીધી.
રોહિત શર્માએ 41 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી અને કેપ્ટન તરીકે સૌથી વધુ T20 રન બનાવનાર ભારતીય કેપ્ટન બન્યો. તેણે કોહલીને પાછળ છોડી દીધો.
રિંકુ અને રોહિતે 15 ઓવર પછી તોફાની બેટિંગ કરી અને 16મી ઓવરમાં 22 રન થયા લીધા. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે સદીની ભાગીદારી થઈ હતી. બંનેએ આ જ રીતે બેટિંગ ચાલુ રાખી અને સ્કોરને 150ની પાર પહોંચાડ્યો.
રોહિતે તેની પાંચમી T20 સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. રિંકુએ પણ પોતાની ફિફ્ટી પૂરી કરી. છેલ્લી ઓવરમાં રિંકુએ છેલ્લા ત્રણ બોલમાં સતત 3 સિક્સર ફટકારી. આ પહેલા રોહિતે 2 સિક્સર અને 1 ફોર ફટકારી હતી અને નો બોલથી ફ્રી હિટ પણ મેળવી હતી. બંનેએ કુલ 36 રન બનાવીને ભારતનો સ્કોર 4 વિકેટે 212 સુધી પહોંચાડ્યો.
રોહિતે 69 બોલમાં 121 રન બનાવ્યા. તેના બેટમાંથી 11 ચોગ્ગા અને 8 છગ્ગા આવ્યા. રિંકુએ 39 બોલમાં 69 રન બનાવ્યા. તેણે 2 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા.
આ ઈનિંગ સાથે રોહિત શર્મા શર્માએ ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા. રોહિત શર્મા 5 સદી સાથે સૌથી વધુ T20 સદી ફટકારનારો ખેલાડી બન્યો છે. આ સિવાય તે 190 સિક્સર સાથે સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડી પણ બન્યો છે.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
