વર્લ્ડ કપ જીતવા સાથે સાથે રિચા ઘોષે ઇતિહાસ રચ્યો
ICC મહિલા વર્લ્ડ કપ ૨૦૨૫ ની ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામે શાનદાર વિજય મેળવ્યો છે. આ જીતમાં વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષનું યોગદાન ખૂબ જ મહત્વનું રહ્યું હતું.
રિચાએ પોતાની ટૂંકી પણ વિસ્ફોટક ઇનિંગથી ટીમને ૨૯૮ રનના મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. આ સાથે જ તેણે એક વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા મારવાનો વિશ્વ રેકોર્ડની પણ બરાબરી કરી છે.

ફાઇનલ મેચમાં રિચા ઘોષે માત્ર ૨૪ બોલમાં ૩૪ રન બનાવ્યા હતા, જેમાં તેણે બે છગ્ગા ફટકાર્યા હતા. આ બે છગ્ગા સાથે તેણે આખા ટુર્નામેન્ટમાં કુલ ૧૨ છગ્ગા લગાવ્યા. આમ તેણે એક જ વર્લ્ડ કપ સિઝનમાં સૌથી વધુ ૧૨ છગ્ગા મારવાના વિશ્વ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
અગાઉ આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝની ડિયાન્ડ્રા ડોટિન (૨૦૧૩) અને દક્ષિણ આફ્રિકાની લિઝેલ લી (૨૦૧૭) ના નામે નોંધાયેલો હતો. રિચાએ છગ્ગા મારવાના મામલે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરને પણ પાછળ છોડી દીધી, જેમણે ૨૦૧૭ ના વર્લ્ડ કપમાં ૧૧ છગ્ગા માર્યા હતા, જે કોઈ પણ ભારતીય ખેલાડી દ્વારા એક સીઝનમાં સૌથી વધુ હતા.
વરસાદથી પ્રભાવિત આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતને સ્મૃતિ મંધાના (૪૫ રન) અને શેફાલી વર્માએ શાનદાર શરૂઆત અપાવી હતી.
શેફાલી વર્માએ પણ ઇતિહાસ રચ્યો, તેણે ૭૮ બોલમાં ૭ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૮૭ રનની શાનદાર ઇનિંગ રમી. આ તેના કરિયરનો સર્વશ્રેષ્ઠ વન-ડે સ્કોર હતો.
શેફાલીએ આ દરમિયાન સૌથી ઓછી ઉંમરે (યુવા) વર્લ્ડ કપ ફાઇનલમાં ૫૦+ સ્કોર બનાવનારી ભારતીય ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો. ઓપનિંગ જોડી આઉટ થયા પછી, દીપ્તિ શર્માએ પણ અણનમ અર્ધશતક ફટકાર્યું અને રિચા ઘોષના મહત્વપૂર્ણ યોગદાનથી ભારતને વર્લ્ડ કપ ફાઇનલના ઇતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવવામાં મદદ મળી.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
