Video:જ્યારે સ્ટંપ પાછળ સુષ્મામાં દેખાયો ધોનીનો અવતાર
આઇસીસી મહિલા વિશ્વ કપ 2017ઃ જ્યારે વિકેટ કીપર સુષ્મામાં દેખાયો મહેન્દ્ર સિંહ ધોનીનો અવતાર
આઇસીસી મહિલા વિશ્વ કપ 2017 ઇંગ્લેન્ડમાં રમાઇ રહ્યો છે. સતત 4 મેચો જીતીને ભારતીય ટીમે નંબર વન ટીમનું સ્થાન મેળવ્યું છે. ભારત તરફથી લગભગ તમામ ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. દરેક મેચમાં જાણે કોઇ નવી ખેલાડી હીરો બનીને સામે આવે છે. અહીં વાત થઇ રહી છે, ભારતીય વિકેટ કીપર સુષ્મા વર્માની. મહેન્દ્ર સિંહ ધોની વિશ્વના સૌથી સ્ફુર્તિલા વિકેટ કીપર કહેવાય છે, વિશ્વ કપની મેચોમાં સુષ્મા વર્માએ પોતાના શાનદાર પ્રદર્શન દ્વારા જાણે ધોનીને હરીફાઇ આપી હતી. આઇસીસી મહિલા વિશ્વ કપમાં સુષ્મા અત્યાર સુધીમાં 5 વાર સ્ટંપિંગ કરી ચૂકી છે.

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં સુષ્મા વર્માની સ્ટંપિંગના ખૂબ વખાણ થઇ રહ્યાં છે. પોતાની ચોથી મેચમાં શ્રીલંકા સામે ભારતીય ટીમે 232 રન બનાવ્યા હતા. મેચમાં શ્રીલંકાની બેટિંગ પણ ખૂબ શાનદાર રહી હતી, જેને કારણે પહેલા તો લાગ્યું હતું કે, મેચમાં ભારતને હારનો સામનો કરવો પડશે. પરંતુ એ જ સમયે સુષ્માએ પોતાની સ્ફુર્તિ દેખાડતાં રમત જ પલટી નાંખી.
સુષ્મા વર્માએ શાનદાર સ્ટંપિંગનું પ્રદર્શન કરતાં શ્રીલંકાની બેટ્સમેન હંસિકાને આઉટ કરી હતી. આ મેચમાં ભારત 16 રનથી જીત્યું હતું. નોંધનીય છે કે, વિશ્વકપની તમામ મેચો મળીને સુષ્મા સૌથી વધુ 5 વાર સ્ટંપિંગ કરી ચૂકી છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની પોતાની બીજી મેચમાં સુષ્માએ ધોનીની માફક સ્ફુર્તિનું પ્રદર્શન કરતાં એગોલેરિયાને આઉટ કરી હતી.
વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચનો સુષ્માનો આ વીડિયો જુઓ અહીં..
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
