BCCIના 125 કરોડ રુપિયાના ઈનામની વહેંચણી કેવી રીતે થશે? રોહિત શર્માને મળશે સૌથી વધુ પૈસા?
ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાના મોંઢામાંથી વિજય છીનવી લીધો અને ખિતાબ પોતાના નામે કર્યો. આ જીત બાદ ભારતીય ટીમને 20 કરોડ રૂપિયાથી વધુની ઈનામી રકમ મળી છે.
બીસીસીઆઈ પણ ટીમ ઈન્ડિયા પર મહેરબાન છે. બોર્ડે એક મોટી જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારતીય ટીમને કરોડો રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. બોર્ડના સચિવ જય શાહે આ ઈનામ તો આપ્યું છે પણ તેનું વિતરણ કેવી રીતે થશે? આ એક મોટો પ્રશ્ન છે. આ રકમ 125 કરોડ રૂપિયા છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આ રકમ ટીમ ઈન્ડિયાના 15 સભ્યોમાં વહેંચવામાં આવશે. આમાં ચાર વધારાના ખેલાડીઓ અને અંદાજિત 15 સ્ટાફ સભ્યોનો સમાવેશ થશે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડે સપોર્ટ સ્ટાફનું નેતૃત્વ કર્યું, જેમાં વિક્રમ રાઠોડ (બેટિંગ કોચ), પારસ મ્હામ્બરે (બોલિંગ કોચ), ટી દિલીપ (ફિલ્ડિંગ કોચ), ત્રણ થ્રોડાઉન નિષ્ણાતો, ત્રણ ફિઝિયો, એક ટ્રેનર, મેનેજર, લોજિસ્ટિક્સ મેનેજર, વીડિયો એનાલિસ્ટ, સુરક્ષા અને અખંડિતતા અધિકારીઓ સામેલ હતા.
ટીમના દરેક ખેલાડીને ઓછામાં ઓછા 5 કરોડ રૂપિયા મળવાની આશા છે. રિઝર્વ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યોને ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા મળી શકે છે. આ વિતરણ મેદાન પર અને મેદાનની બહાર સપોર્ટ માટે આપવામાં આવશે. ટીમની જીતમાં દરેકે કોઈને કોઈ રીતે યોગદાન આપ્યું છે.
આજે બોર્ડ પાસે પુષ્કળ પૈસા છે અને રકમ પણ મોટી છે. ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકરે યાદ કર્યું કે 1983માં પ્રતિ ખેલાડી 25,000 રૂપિયા મળ્યા હતા. ICCએ ખુદ ટીમ ઈન્ડિયાને વિજેતા ટીમ તરીકે 20 કરોડ રૂપિયાથી વધુની રકમ આપી છે. આ પછી, બીસીસીઆઈએ મોટી રકમ ચૂકવવાનો નિર્ણય કર્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
