Happy Birthday Rahul Dravid : આજે પણ અતુટ છે રાહુલ દ્રવિડના આ રેકોર્ડ, કોઈ નજીક પણ નથી પહોંચી શક્યુ
ભારતીય ક્રિકેટના કેટલાક સૌથી જાણીતા ચહેરાઓમાં એક અને ભારતીય ટીમના હેટ કોચ રાહુલ દ્રવિડનો આજે જન્મ દિવસ છે. 51માં જન્મ દિવસે પણ રાહુલ દ્રવિડના કેટલાક એવા રેકોર્ડ છે જે કોઈ નથી તોડી શક્યુ.
રાહુલ દ્રવિડ 11 જાન્યુઆરીએ તેમનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જ્યારથી દ્રવિડ ભારતના કોચ બન્યા છે ત્યારથી ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ODI વર્લ્ડ કપની ફાઈનલ રમી છે.

આજે અમે તમને રાહુલ દ્રવિડના કેટલાક એવા રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તોડવો મુશ્કેલ છે.
ટેસ્ટ કરિયરમાં સૌથી વધુ બોલ રમવાનો રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે. દ્રવિડે તેની કારકિર્દીમાં કુલ 31,258 બોલ રમ્યા. જો આપણે આને ઓવરમાં કન્વર્ટ કરીએ તો તે 5210 ઓવરની બરાબર છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડનાર નોન-વિકેટ-કીપર ફિલ્ડરનો રેકોર્ડ પણ દ્રવિડના નામે છે. દ્રવિડે તેની કારકિર્દીમાં 210 કેચ પકડ્યા. મહેલા જયવર્દને 205 કેચ સાથે બીજા સ્થાને અને સ્ટીવ સ્મિથ ત્રીજા સ્થાને 173 કેચ સાથે છે.
ટેસ્ટ મેચમાં બેટિંગ કરતી વખતે સૌથી લાંબો સમય ક્રિઝ પર વિતાવવાનો રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે. દ્રવિડે કુલ 44,152 મિનિટ ક્રિઝ પર વિતાવી છે. માસ્ટર બ્લાસ્ટર સચિન પણ તેની પાછળ છે.
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ સદીની ભાગીદારીનો રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે. દ્રવિડે 88 વખત 100 કે તેથી વધુ ભાગીદારી કરવાનું કારનામું કર્યું છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
