ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા કોચ બનવા જઈ રહ્યા છે? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
કોલકત્તા નાઈટ રાઈડર્સને આઈપીએલ 2024 ની ટ્રોફી જીતાડવામાં ટીમના મેન્ટર ગૌતમ ગંભીરની મોટી ભુમિકા રહી છે. હવે અહેવાલ છે કે ગંભીર ટીમ ઈન્ડિયાના નવા કોચ બની શકે છે.
કોલકત્તાની વિજયની ઉજવણી વચ્ચે આઈપીએલ ફાઈનલ માટે હાજર રહેલા BCCI સેક્રેટરી જય શાહે મળવા અને શુભેચ્છા પાઠવવા ગૌતમ ગંભીર માટે સમય કાઢ્યો હતો અને બાદમાં લાંબી વાતચીત કરતા જોવા મળ્યા હતા, આનાથી ગંભીરને ભારતના મુખ્ય કોચ તરીકે સંભાળવાની અટકળો તેજ થઈ છે.

ગંભીર મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડની જગ્યા લેવા રેસમાં સૌથી આગળ છે. રાહુલ દ્વવિડનો કાર્યકાળ જૂનમાં 2024 T20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થાય છે. દ્રવિડ આ પદ માટે ફરીથી અરજી કરવા ઇચ્છુક ન હોવાથી BCCIએ અરજદારોને આ પોસ્ટ માટે આમંત્રણ આપ્યું છે. આ કરાર 2027 ODI વર્લ્ડ કપના અંત સુધી ચાલશે.
BCCIની શોધ દરમિયાન કેટલાક ઓસ્ટ્રેલિયન દિગ્ગજોને ભારતના મુખ્ય કોચના પદ સાથે જોડવામાં આવ્યા હતા, જેમાં રિકી પોન્ટિંગ અને જસ્ટિન લેંગર વિકલ્પો હતા, પરંતુ બંનેએ આ ભૂમિકા માટે અરજી કરવાનો ઇનકાર કર્યો છે.
જય શાહે સ્પષ્ટ કર્યું કે બીસીસીઆઈએ ક્યારેય આ બંનેનો સંપર્ક કર્યો ન હતો અને કહ્યું હતું કે બોર્ડ ઇચ્છે છે કે કોઈ ભારતીય ભૂમિકા નિભાવે.
દૈનિક જાગરણના અહેવાલ અનુસાર, દ્રવિડની જગ્યા માટે રસ ધરાવતા ગંભીરે હજુ સુધી ભારતના મુખ્ય કોચના પદ માટે પોતાની અરજી સબમિટ કરી નથી, આઈપીએલ ફાઈનલ પછી ચેન્નાઈમાં બીસીસીઆઈના કેટલાક ટોચના અધિકારીઓ સાથે બેઠક બાદ તે અરજી કરશે તો બીસીસીઆઈ તેને સત્તાવાર રીતે દ્રવિડના અનુગામી તરીકે જાહેર કરશે.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી










Click it and Unblock the Notifications
