Fastest century in ODI World Cup: સૌથી ઝડપી સદી ફટકારનારા ટોપ 10 બેટ્સમેન, જાણો ભારતના કેટલા?
Fastest century in ODI World Cup: અફઘાનિસ્તાન સામેની મેચમાં ભારતની શાનદાર જીત થઇ હતી. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટને ફક્ત 63 બોલમાં સદી ફટકારી હતી. હિટમેન ભારત તરફથી વિશ્વ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. આ સાથે રોહિત શર્માએ કપિલ દેવનો 40 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રોહિત ODI વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારવાની યાદીમાં ટોપ 5માં પણ નથી. 50 ઓવરના વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ટોપ 10 બેટ્સમેન કોણ છે.

આદમ માર્કરામ - આ વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે એડમ માર્કરામે સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. માર્કરામે 49 બોલમાં સદી ફટકારીને કેવિન ઓ'બ્રાયનનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.
કેવિન ઓ'બ્રાયન - ODI વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે આયર્લેન્ડનો બેટ્સમેન કેવિન ઓ બ્રાયન બીજા સ્થાને છે. કેવિને 2011માં ઈંગ્લેન્ડ સામે 50 બોલમાં સદી ફટકારી હતી.
ગ્લેન મેક્સવેલ - ODI વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે ગ્લેન મેક્સવેલ ત્રીજા સ્થાને છે. મેક્સવેલે 2015માં શ્રીલંકા સામે 51 બોલમાં સદી ફટકારી હતી.
એબી ડી વિલિયર્સ - 50 ઓવરના વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે એબી ડી વિલિયર્સ ચોથા સ્થાને છે. ડી વિલિયર્સે 2015માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 52 બોલમાં સદી ફટકારી હતી.
ઇઓન મોર્ગન - વનડે વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે ઈયોન મોર્ગન પાંચમા સ્થાને છે. મોર્ગને 2019માં અફઘાનિસ્તાન સામે 57 બોલમાં સદી ફટકારી હતી.
રોહિત શર્મા - રોહિત શર્માએ ICC વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાન સામે ODI વર્લ્ડ કપની છઠ્ઠી સૌથી ઝડપી સદી ફટકારી હતી. હિટમેને 63 બોલમાં સદી ફટકારી અને આ ખાસ યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.
કુશલ મેન્ડિસ - ICC વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન સામે રમતી વખતે, કુશલ મેન્ડિસે ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં સાતમી સૌથી ઝડપી સદી ફટકારી હતી. મેન્ડિસે વિસ્ફોટક શૈલીમાં બેટિંગ કરી અને 65 બોલમાં સદી ફટકારી હતી.
મેથ્યુ હેડન - ICC ODI વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે મેથ્યુ હેડન આઠમા સ્થાને છે. હેડને 2007માં દક્ષિણ આફ્રિકા સામે 66 બોલમાં સદી ફટકારી હતી.
જિમ ડેવિસન - કેનેડિયન બેટ્સમેન જિમ ડેવિસને ODI વર્લ્ડ કપમાં 9મી સૌથી ઝડપી સદી ફટકારી છે. ડેવિસને 2003માં વેસ્ટ ઈન્ડિઝ સામે 67 બોલમાં સદી ફટકારી હતી.
કુમાર સંગાકારા - ODI વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે કુમાર સંગાકારા 10માં નંબર પર છે. સંગાકારાએ 2015માં ઈંગ્લેન્ડ સામે રમતા 70 બોલમાં સદી ફટકારી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
