ટ્વિટરના બોર્ડમાં શામેલ થયા એલોન મસ્ક, સીઇઓ પરાગે ટ્વીટ કરી કર્યું સ્વાગત
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર ઇન્કમાં 9.2 ટકા હિસ્સો ખરીદ્યો છે. હવે એવા અહેવાલ છે કે મસ્ક ટ્વિટરના બોર્ડમાં જોડાશે. ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે મંગળવારે ટ્વિટ કરીને
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર ઇન્કમાં 9.2 ટકા હિસ્સો ખરીદ્યો છે. હવે એવા અહેવાલ છે કે મસ્ક ટ્વિટરના બોર્ડમાં જોડાશે. ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે મંગળવારે ટ્વિટ કરીને તેમનું સ્વાગત કર્યું. અગાઉ, ટેસ્લાના સીઇઓ એલોન મસ્કએ માઇક્રોબ્લોગિંગ સાઇટ પર એક મતદાન પોસ્ટ કર્યું હતું જેમાં વપરાશકર્તાઓને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ ટ્વિટર પર એડિટ બટન ઇચ્છે છે. આના પર, ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે આને રીટ્વીટ કર્યું અને યુઝર્સને સાવધાની સાથે વોટ કરવાની ચેતવણી આપી કારણ કે મતદાનના પરિણામો ખૂબ જ મહત્વપૂર્ણ હશે.

એલોન મસ્કના બોર્ડમાં જોડાયા પછી સીઇઓ પરાગ અગ્રવાલે લખ્યું હતું કે "હું એ જણાવતા ઉત્સાહિત છું કે અમે અમારા બોર્ડમાં એલોન મસ્કની નિમણૂક કરી રહ્યા છીએ! તાજેતરના અઠવાડિયામાં એલોન સાથેની વાતચીત દ્વારા, તે અમારા માટે સ્પષ્ટ થઈ ગયું છે કે તે અમારા બોર્ડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હશે. તે અમારી સેવામાં વિશ્વાસ રાખે છે અને ગંભીર વિવેચક છે. અમને લાંબા ગાળા માટે પોતાને મજબૂત બનાવવા માટે Twitter પર અને અમારા બોર્ડ રૂમમાં તેમની જરૂર છે.
સોમવારના એક દિવસ પહેલા, એલોન મસ્કે ખુલાસો કર્યો હતો કે તેણે ટ્વિટરમાં 9.2% હિસ્સો લીધો છે. આ ડીલની કિંમત લગભગ 3 બિલિયન ડોલર છે. આ સમાચાર બાદ સોમવારે ટ્વિટરના શેરમાં 27%નો જબરદસ્ત વધારો થયો હતો. એલોન મસ્કે આ હિસ્સો એવા સમયે ખરીદ્યો છે જ્યારે તેણે થોડા દિવસો પહેલા એક ટ્વિટમાં કહ્યું હતું કે તે એક નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.
ઈલોન મસ્ક ટ્વિટર પર ખૂબ જ લોકપ્રિય છે અને તેમને 80 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. જો કે તેમ છતાં તેણે ઘણી વખત ટ્વિટરની ટીકા પણ કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
