Dinesh Karthik longest six Video: દિનેશ કાર્તિકે લગાવી સૌથી લાંબી સિક્સ, જુઓ પેટ કમિન્સનું રિએક્શન
Dinesh Karthik longest six Video: દિનેશ કાર્તિકે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આઈપીએલ 2024ની સૌથી લાંબી સિક્સર ફટકારી હતી. કાર્તિકે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટી નટરાજનની બોલ પર સ્ક્વેર લેગ તરફ 108 મીટરનો છગ્ગો માર્યો હતો. આ સિક્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ટી નટરાજનની ઇનિંગની 16મી ઓવરના પહેલા બોલ પર દિનેશ કાર્તિકે લેગ સાઇડ પર એરિયલ શોટ રમ્યો હતો. આ શોટમાં એટલો પાવરફુલ હતી કે, બોલ સ્ટેડિયમની છત પર વાગ્યો અને પાછો ફર્યો હતો.
કાર્તિકનો આ શોટ જોઈને સનરાઈઝર્સ હૈદરાબાદનો કેપ્ટન પેટ કમિન્સ સ્તબ્ધ થઈ ગયો હતો. તેના ચહેરા પરના હાવભાવ જોવા લાયક હતા.
કાર્તિકે એક રેકોર્ડ બનાવ્યો - દિનેશ કાર્તિકે IPL 2024માં સૌથી લાંબી સિક્સ ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે હેનરિક ક્લાસેનનો 106 મીટરના છ અંતરનો રેકોર્ડ બે કલાકમાં તોડી નાખ્યો હતો.
ક્લાસેન સિવાય કોલકાતા નાઈટ રાઈડર્સના વેંકટેશ અય્યર અને લખનઉ સુપરજાયન્ટ્સના નિકોલસ પુરને પણ 106 મીટરના અંતરે સિક્સ ફટકારી હતી.

IPL 2024માં સૌથી લાંબી સિક્સ મારનાર બેટ્સમેન
- દિનેશ કાર્તિક - 108 મીટર
- હેનરિક ક્લાસેન - 106 મીટર
- વેંકટેશ અય્યર - 106 મીટર
- નિકોલસ પૂરન - 106 મીટર
- ઇશાન કિશન - 103 મીટર
કાર્તિકની શાનદાર ઇનિંગ્સ - ઉલ્લેખનીય છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રનના મામલે રેકોર્ડ મેચ રમાઈ હતી. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરીને IPL ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો.
SRHએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 287 રન બનાવ્યા હતા. જવાબમાં RCBએ સખત સંઘર્ષ કર્યો, પરંતુ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 262 રન બનાવી શક્યું. દિનેશ કાર્તિકે 35 બોલમાં પાંચ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 83 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
A 1⃣0⃣8⃣m monster! 💥
— IndianPremierLeague (@IPL) April 15, 2024
The bowlers can finally breathe at the Chinnaswamy as the batting carnage comes to an end! 🥶
Recap the match on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RCBvSRH pic.twitter.com/lclY9rs2Kf
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
