ચીફ સિલેક્ટર ચેતન શર્માએ બીસીસીઆઈ સચિવ જય શાહને સોંપ્યુ પોતાનુ રાજીનામુ
સિલેક્ટર ચેતન શર્માએ સ્ટિંગ ઑપરેશન બાદ થયેલી કૉન્ટ્રોવર્સી બાદ બીસીસીઆઈને પોતાનુ રાજીનામુ સોંપી દીધુ છે.
Chetan Sharma Resigned: ટીમ ઈન્ડિયાના મુખ્ય સિલેક્ટર ચેતન શર્માએ સ્ટિંગ ઑપરેશન બાદ થયેલી કૉન્ટ્રોવર્સી બાદ બીસીસીઆઈને પોતાનુ રાજીનામુ સોંપી દીધુ છે. આ ઑપરેશનમાં પૂર્વ ભારતીય ઝડપી બોલરે અમુક ચોંકાવનારા ખુલાસા કર્યા અને પોતાની ભૂમિકાના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે કેપ્ટન રોહિત શર્મા સાથે પોતાના નજીકના સંબંધો વિશે વાત કરી હતી અને જણાવ્યુ હતુ કે કેવી રીતે હાર્દિક પંડ્યા જેવા ખેલાડી ઘણી વાર ટીમ સાથે પોતાના ભવિષ્યની રણનીતિ બનાવવા માટે તેમના ઘરે જતા હતા. પરંતુ આ બધી વાતો બહાર આવવાથી બીસીસીઆઈ નારાજ થઈ ગયુ. બોર્ડે શર્માની વાતોને વાહિયાત ગણાવી.

ચેતન શર્માએ સ્ટિંગ ઑપરેશનમાં વધુ પડતુ બોલ્યા બાદ બીસીસીઆઈના જવાબની રાહ જોવાઈ રહી હતી. શર્મા અંગેનો નિર્ણય સેક્રેટરી જય શાહ લેવાના હતા. ચારે તરફથી થઈ રહેલ દબાણ બાદ ચેતન શર્માએ પોતે રાજીનામુ આપી દીધુ છે. તેમણે પોતાનુ રાજીનામું જય શાહને મોકલી આપ્યુ હતુ અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે ચેતન શર્માએ સ્ટિંગ ઑપરેશન દરમિયાન કહ્યુ હતુ કે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને લાગ્યુ કે તેની ઓડીઆઈ કેપ્ટનશીપ છોડવા પાછળનુ કારણ બીસીસીઆઈના તત્કાલિન અધ્યક્ષ સૌરવ ગાંગુલી હતા. એટલા માટે કોહલીએ તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે કોહલીએ ટી-20ની કેપ્ટનશીપ છોડી દીધી હતી, ત્યારબાદ ચેતન શર્માની કમિટીએ તેમની પાસેથી વનડેની કેપ્ટનશીપ પણ છીનવી લીધી હતી. કોહલીએ કહ્યુ કે તેને કોઈએ કંઈ કહ્યુ નથી. આ પછી તેણે ટેસ્ટ કેપ્ટનશિપ પણ છોડી દીધી હતી. જ્યારે ગાંગુલીએ કહ્યુ હતુ કે તેમણે કોહલીને ક્યારેય ટી-20 કેપ્ટનશિપ છોડવાનુ કહ્યુ નથી.
બીસીસીઆઈના અધિકારીઓને લાગે છે કે ચેતન શર્મા થોડો સ્પષ્ટવક્તા છે અને ભારતીય ટીમમાં એવો કોઈ ખેલાડી નથી જે શર્મા સાથે તેટલી વાત કરે જેટલી તે નિવેદનો આપી રહ્યો છે. શર્માના મુખ્ય પસંદગીકાર કાર્યનો વિવાદાસ્પદ અંત આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
