Chennai Super Kings Records : ફાઇનલમાં બેસ્ટ છે ચેન્નાઇ સુપર કિંગ્સ, જાણો CSKના રેકોર્ડ્સ
Chennai Super Kings Records : ગુજરાત ટાઇટન્સને હરાવીને ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમનો રેકોર્ડ 10મી વાર IPL ફાઇનલમાં પહોંચી છે. ચેન્નાઇ સુપર કિંગ્સ પોતાનું પાંચમુ ટાઇટલ જીતવા માટે મેદાનમાં ઉતરશે. ઉલ્લેખનીય છે કે, 28 મેના રોજ આઇપીએલની ફાઇનલ મેચ રમાશે.
ગુજરાતની ટીમ હવે બીજા ક્વોલિફાયરમાં બુધવારના રોજ લખનઉ સુપરજાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાનારી એલિમિનેટર મેચના વિજેતા સાથે ટકરાશે. બીજા ક્વોલિફાયરમાં જે પણ ટીમ વિજેતા બનશે તે 28 મે, રવિવારના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેઆઈપીએલની ફાઈનલ રમશે.

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ચાર વખત આઈપીએલ ટ્રોફી જીતી ચુકી છે અને આ વખતે તે તેની 10મી આઈપીએલ ફાઇનલ રમશે. IPL ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો રેકોર્ડ શાનદાર છે.
આઈપીએલના ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે અત્યાર સુધી રમાયેલી 9 ફાઇનલ મેચોમાં 4 વખત જીત મેળવીને 4 ટ્રોફી જીતી છે અને જ્યારે 5 વખત ફાઈનલમાં હારીને તેને રનર અપ બનવું પડ્યું છે.
IPLના ઈતિહાસમાં માત્ર એક જ ટીમ એવી છે, જેણે ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કમર તોડી હોય. ચેન્નાઈ સુપર કિંગ્સે જે પાંચ IPL ફાઈનલ મેચો હારી છે, તેમાંથી 3 વખત મુંબઈ ઈન્ડિયન્સ ટીમને હાર આપી છે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 2013, 2015 અને 2019ની આઈપીએલ ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને ટાઈટલ જીતવાનું સપનું તોડી નાખ્યું છે. IPLના ઈતિહાસમાં સૌથી વધુ વખત IPL ટ્રોફી જીતવાનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સના નામે છે.
આઈપીએલ ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો અત્યાર સુધીનો રેકોર્ડ
- 2008 - ચેન્નાઈ VS રાજસ્થાન - રાજસ્થાને ફાઇનલમાં હરાવ્યું
- 2010 - ચેન્નાઈ VS મુંબઈ - ફાઇનલમાં મુંબઈને હરાવીને ટ્રોફી જીતી
- 2011 - ચેન્નાઈ VS બેંગ્લોર - ફાઇનલમાં બેંગ્લોરને હરાવીને ટ્રોફી જીતી
- 2012 - ચેન્નાઈ VS કોલકાતા - કોલકાતાએ ફાઇનલમાં હરાવ્યું
- 2013 - ચેન્નાઈ VS મુંબઈ - મુંબઈએ ફાઇનલમાં હરાવ્યું
- 2015 - ચેન્નાઈ VS મુંબઈ - મુંબઈએ ફાઇનલમાં હરાવ્યું
- 2018 - ચેન્નાઈ VS સનરાઈઝર્સ - ફાઇનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ટ્રોફી જીતી
- 2019 - ચેન્નાઈ VS મુંબઈ - મુંબઈએ ફાઇનલમાં હરાવ્યું
- 2021 - ચેન્નાઈ VS કોલકાતા - ફાઇનલમાં કોલકાતાને હરાવીને ટ્રોફી જીતી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
