Border-Gavaskar Trophy : બીજી ટેસ્ટ મેચમાં બન્યો આ મહારેકોર્ડ, 146 વર્ષમાં પહેલીવાર બન્યું
Border-Gavaskar Trophy : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં એક મોટો રેકોર્ડ બન્યો છે. આ મેચમાં કંઈક એવું બન્યું છે, જે 146 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં પહેલા ક્યારેય બન્યું ન હતું.
Border-Gavaskar Trophy : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઇ રહી છે. જેની બીજી ટેસ્ટ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી રહી છે. ટેસ્ટ ક્રિકેટની શરૂઆત 1877માં થઇ હતી. આજની મેચમાં એવું જોવા મળ્યું હતું કે, ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલા ક્યારેય જોવા મળ્યું ન હતું.

146 વર્ષમાં પહેલીવાર જોવા મળ્યો આ નજારો
ઓસ્ટ્રેલિયાની ટીમને પ્રથમ ટેસ્ટ મેચમાં ઇનિંગ્સ અને 132 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતીય સ્પિનરોએ શાનદારપ્રદર્શન કર્યું છે.
આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ટેસ્ટમાં માત્ર એક ફાસ્ટ બોલર સાથે મેદાન પર ઉતરી છે. આ ફાસ્ટ બોલર બીજુંકોઈ નહીં પણ કેપ્ટન પેટ કમિન્સ છે.
ઉલ્લેખનીય છે કે, 146 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આ પહેલીવાર છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 1ફાસ્ટ બોલર સાથે મેચ રમી રહી છે.

પ્લેઇંગ 11માં 4 સ્પિનરોને સ્થાન મળ્યું
બંને ટીમો વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં કેપ્ટન પેટ કમિન્સે પ્લેઈંગ 11 માં 4 સ્પિનર્સને સામેલ કર્યા છે. નાથન લિયોન, ટોડ મર્ફી અને મેથ્યુકુહનમેન સ્પિનરતરીકે ટીમનો ભાગ બની ગયા છે, જ્યારે ટ્રેવિસ હેડ પણ સ્પિન બોલિંગ કરી શકે છે. મેથ્યુ કુહનેમેનની આ પ્રથમ ટેસ્ટ મેચછે. તેને મિચેલ સ્વેપ્સનની જગ્યાએ ઓસ્ટ્રેલિયાની ટીમમાં જગ્યા મળી છે.

આ બોલર્સને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું
રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં સ્પિનર્સ તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આવા સમયે,મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ ઝડપી બોલર તરીકે ટીમનો ભાગ બની ગયા છે.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11
ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, સ્ટીવન સ્મિથ, ટ્રેવિસ હેડ, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી, પેટ કમિન્સ (સી), ટોડ મર્ફી,નાથન લિયોન, મેથ્યુ કુહ્નમેન

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11
રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, શ્રીકર ભરત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન,મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
