ઝહીર-રાહુલ આઉટ, ભરત અરુણ અને સંજય બંગારની થઇ નિમણુક
BCCI એ આખરે રવિ શાસ્ત્રી સામે નમતુ જોખ્યુ હોય એમ લાગે છે, બોલિંગ કોચ તરીકે ભરત અરુણ અને બેટિંગ કોચ તરીકે સંજય બંગારની નિમણુક કરવામાં આવી છે.
અનેક વિવાદો બાદ આખરે બીસીસઆઇ એ ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીની વાત માનતા બોલિંગ કોચ અને બેટિંગ કોચના નામ અંગે નિર્ણય લઇ લીધો છે. નોંધનીય છે કે, રવિ શાસ્ત્રીનું નામ હેડ કોચ તરીકે જાહેર થવાની સાથે જ ઝહીર ખાનને બોલિંગ કોચ અને રાહુલ દ્રવિડને ફોરેન ટૂર માટેના બેટિંગ કન્સલ્ટંટ નિમવામાં આવ્યા હતા. જો કે, આ અંગે શનિવારે બીસીસીઆઇ એ કહ્યું હતું કે, સીએસીને માત્ર ટીમ ઇન્ડિયાના હેડ કોચ પસંદ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.

ત્યારથી ઝીહર ખાન અને રાહુલ દ્રવિડની નિમણુક પર પ્રશ્નાર્થ મુકાયો હતો. રવિ શાસ્ત્રી ઇચ્છતા હતા કે, બોલિંગ કોચ ભરત અરુણને બનાવવામાં આવે. પરંતુ સૌરવ ગાંગુલીના અનુરોધ પર ઝહીર ખાનને બોલિંગ કોચ બનાવવામાં આવ્યા હતા. હવે બીસીસીઆઇ એ આ સમગ્ર મામલે પોતાનો આખરી નિર્ણય આપતા ભરત અરુણને બોલિંગ કોચ અને સંજય બંગારને આસિસ્ટંટ કોચ જાહેર કર્યા છે. મંગળવારે બીસીસીઆઇ તરફથી બોલાવવામાં આવેલ પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરવામાં આવી હતી.
BCCI has appointed Sanjay Bangar as the assistant coach and Bharat Arun as the bowling coach till next World Cup. pic.twitter.com/vgVO0PLmuz
— ANI (@ANI_news) July 18, 2017
પહેલા એવી પણ ખબરો આવી રહી હતી કે, વિદેશ ટૂરો માટે ઝહીર ખાનને બોલિંગ કોચ અને રાહુલ દ્રવિડને બેટિંગ કોચ બનાવવામાં આવશે. પરંતુ બીસીસીઆઇની આ પત્રકાર પરિષદ બાદ હવે ટીમમાં ઝહીર ખાન કે રાહુલ દ્રવિડની નિમણુકની કોઇ શક્યતા રહી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
