સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને બીસીસીઆઈની મોટી ગિફ્ટ, કોન્ટ્રાક્ટમાં આ ગ્રેડ આપ્યો
હાલમાં જ બીસીસીઆઈએ ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ કોન્ટ્રાક્ટમાં સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને લોટરી લાગી છે.
BCCIએ તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં શ્રેયસ અય્યર અને ઈશાન કિશનના નામ સામેલ નથી કર્યા. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયામાં કેટલાક નવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બોર્ડે સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને તેમના સારા પ્રદર્શન માટે પુરસ્કાર આપ્યા છે. બંને ખેલાડીઓને વાર્ષિક કરારમાં સામેલ કરવામાં આવ્યા છે. બોર્ડે પહેલી સિરીઝ બાદ જ બંનેને કોન્ટ્રાક્ટ આપવાનો મોટો નિર્ણય લીધો છે. સરફરાઝ અને ધ્રુવને ગ્રેડCમાં મૂકવામાં આવ્યા છે.
સોમવારે બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. આ પછી હવે સરફરાઝ અને જુરેલને વાર્ષિક 1 કરોડ રૂપિયા મળશે. ડોમેસ્ટિક ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કરનાર સરફરાઝ ખાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે.
સરફરાઝ ખાને ઈંગ્લેન્ડ સામેની હોમ ટેસ્ટ સિરીઝમાં 3 અડધી સદીની ઇનિંગ્સ રમી. રાંચી ટેસ્ટ મેચમાં જુરેલે 90 અને અણનમ 39 રનની ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી અને ટીમને જીતવામાં અને શ્રેણી પર કબજો કરવામાં પણ મદદ કરી.
અહીં એક વાત નોંધનીય છે કે બોર્ડે શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને ડોમેસ્ટિક ક્રિકેટમાં ન રમવાના કારણે તેમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધા છે. આ યાદીમાં ઘણા નવા નામ સામેલ થયા છે.
ગ્રેડ A+
રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા
ગ્રેડ A
આર અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા
ગ્રેડ B
સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ
ગ્રેડ C
રિંકુ સિંહ, તિલક વર્મા, રૂતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસિદ્ઘ ક્રિષ્ના, અવેશ ખાન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
